આજે ધો-10 અને 12નું પરિણામ હોય સવારથીજ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉચાટ જોવા મળ્યો હતો.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે.
પરીક્ષામાં 92.71% વિદ્યાર્થીઓ પાસ થયા છે.
ડિજિલોકર પર પરિણામની લિંક એક્ટિવેટ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ results.cbse.nic.in પર પરિણામ જોઈ શકે છે.

જોકે હાલ ભારે ટ્રાફિકના કારણે બોર્ડની વેબસાઈટ ક્રેશ થઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

ધોરણ 10 અને 12ના અંદાજે 35 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ટર્મ-2ની પરીક્ષા આપી હતી, જેમાં ધોરણ 10ના 2116290 અને ધો. 12ના 1454370 વિદ્યાર્થીઓ છે.
ઉલ્લેખનીય છે કે ગત તા.26મી એપ્રિલ, 2022થી 15મી જૂન, 2022 સુધી દેશભરમાં હજારો કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી.
CBSE ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં પાસ થવાના ગુણ 33% છે. વિષયો, જેમાં પ્રેક્ટિકલ અને થિયરી બંને છે, બંનેમાં ઓછામાં ઓછા 33% માર્ક્સ મેળવવા જરૂરી છે.
CBSE બોર્ડની પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે આ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ એકસાથે ચેક કરશે, તો એવી સ્થિતિમાં બોર્ડની વેબસાઇટ ક્રેશ થઈ ગઈ છે
CBSE દ્વારા જાહેર કરાયેલા ધોરણ 12ના પરિણામમાં કુલ 92.71 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જો કે, જ્યારે પરફોર્મન્સની વાત આવે છે, ત્યારે છોકરીઓ તેનાથી આગળ નીકળી ગઈ છે.
12માં બોર્ડની પરીક્ષામાં 94.54 ટકા છોકરીઓ અને 91.25 ટકા છોકરાઓ પાસ થયા છે.