કરોડો રૂપિયાના ખર્ચે બનેલી હોસ્પિટલમાં ડોક્ટર હાજર છે

હોસ્પિટલમાં સાધનો ક્યારે આવશે સળગતો અને સણસણ તો પ્રજાનો પ્રશ્ન.

ખેડબ્રહ્મા શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલી હોસ્પિટલમાં આંખના ડોક્ટર હાજર છે. તેમને કામ કરવું છે. પરંતુ હોસ્પિટલમાં આંખની તપાસ માટે આવતા દર્દીઓ માટે પ્રાથમિક સારવાર માટે જરૂરિયાત મુજબના સાધનો એટલે કે સ્લીટ લેમ્પ ઇનડાયરેક્ટ ઓપ્થેલ્મોસ્કોપ એન. સી. ટી. જેવા સાધનોની વ્યવસ્થા અને અભાવ જોવા મળી રહ્યો છે જેને લઇ આંખ બતાવવા માટે આવતા દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં જવા મજબૂર બની રહ્યા છે અને ખેડબ્રહ્મા શહેરમાં આંખની મોટી કોઈ પ્રાઇવેટ હોસ્પિટલ ન હોઇ લોકોને અને અંતરિયાળ વિસ્તારમાંથી આવતા દર્દીઓને ઠેઠ ઈડર સુધી લાંબા ધક્કા ખાવા મજબૂર બન્યા છે ત્યારે ગુજરાત રાજ્ય સરકારમાં બેઠેલા રાજકીય અને સ્થાનિક નેતાઓ આ હોસ્પિટલમાં કંઈક ને કંઈક સાધનો ના અભાવ ના ભાગરૂપે સાધન સામગ્રી વસાવે તેમજ કામગીરી કરે તેવી જનતા ની તેમજ તાલુકાના સ્થાનિક રહેવાસીઓની માંગ ઉઠવા પામી છે.