અંબાજીના બાળકોએ કરાટે ચેમ્પિયનશિપમાં મેડલ હાસીલ કરતા અંબાજીમાં ખુશીનો માહોલ.

બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો દાંતા તાલુકોએ અંતરિયાળ અને પછાત તાલુકાઓ ગણાતો હોય છે આ તાલુકામાં વિવિધ શાળાઓ આવેલી છે અને આ શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ બાળકો પાસે કરાવવામાં આવતી હોય છે જેને લઇ બાળક શિક્ષણની સાથે શારીરિક ક્ષેત્રે પણ પ્રગતિ કરે તે હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ શાળાઓમાં કરાવવાતી હોય છે જ્યારે અંબાજી ખાતે આવેલી એલ.જે ઠાકુર ઇંગલિશ સ્કુલ કે જ્યાં આગળ શિક્ષણની સાથે ફિટનેસ પર પણ ધ્યાન આપવામાં આવે છે જેને લઇ બાળકો કરાટે જેવી અનેક ગેમોમાં ભાગ લઈ અને અંબાજીનું ગૌરવ વધારતા હોય છે વાત કરવામાં આવે તો બનાસકાંઠા સાબરકાંઠા ઇન્ટર વાડો કાઇ કરાટે ચેમ્પિયનશિપ 2024 ખેડબ્રહ્મામાં આયોજિત કરાટે પ્રતિયોગિતામાં અંબાજીની પહેલીવાર એલ.જે ઠાકોર ઇંગ્લિશ સ્કૂલ ચેમ્પિયન બની હતી. જેમાં એલજે સ્કૂલના બાળકોએ 7 ગોલ્ડ મેડલ 5 રજત મેડલ અને 11 કાસ્યપદક હાસિલ કર્યા હતા. ચોક્કસથી એલ.જે ઠાકુર ઇંગલિશ સ્કૂલના બાળકોએ આ મેડલ હાસિલ કરી અંબાજીનું ગૌરવ વધાર્યું હતું. ખાસ કરીને સ્કૂલના કરાટે થાપા સર અને વાઇસ પ્રિન્સિપલ યોગેશભાઈ સૂર્યવંશીની મહેનત રંગ લાવી હતી આ બાળકોએ અંબાજીનું ગૌરવ વધારતા અંબાજીવાસીઓની સાથે વાલીઓએ એલજે ઠાકુર સ્કૂલ પરિવારને અભિનંદન પાઠવ્યા હતાં.

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી