આજે તા.૨૨/૦૨/૨૦૨૪ ગુરૂવારના રોજ ગુજરાત રાજ્ય આચાર્ય સંઘની વર્ષ ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ એમ બે વર્ષ માટેના સમયગાળા માટેની સંપૂર્ણ લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી જેમાં મધ્ય ઝોનમાં પંચમહાલ જિલ્લામાંથી જિતાંશુ પટેલ સારસ્વત ઝોન કન્વીનર ,કમલેશ પટેલ સંગઠન મંત્રી ,એચ.પી. રાઉલજી મંત્રી અને એ.બી. પટેલ સંગઠન મંત્રી તરીકે ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્રક ભર્યું હતું પરંતુ તેઓની સામે હરીફ ઉમેદવાર તરીકે અન્ય કોઈએ દાવેદારી ન નોંધાવી ઉમેદવારી પત્રક ન ભરતા આ ચારેય ઉમેદવારો જેમાં મધ્ય ઝોનમાં પંચમહાલ જિલ્લામાંથી જિતાંશુ પટેલ સારસ્વત ઝોન કન્વીનર ,કમલેશ પટેલ સંગઠન મંત્રી,એચ.પી.રાઉલજી મંત્રી અને એ.બી.પટેલ સંગઠન મંત્રી તરીકે બિન હરીફ જાહેર થયા હતા જેમાં તેઓને ગુજરાત રાજ્ય આચાર્ય સંઘની ચૂંટણીમાં બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા જેને લઇ જિલ્લા પંથકના શૈક્ષણિક જગતના લોકોમાં ખુશી વ્યાપી હતી અને સૌ કોઈએ તેઓની વરણીને આવકારી શુભેચ્છા પાઠવી હતી.
ગુજરાત રાજ્ય આચાર્ય સંઘની ચૂંટણીમાં પંચમહાલ જિલ્લાના ચાર ઉમેદવારો મધ્ય ગુજરાત ઝોન કક્ષામાં બિન હરીફ ચૂંટાયા.
![](https://storage.googleapis.com/nerity.com/uploads/updates/photos/2024/02/nerity_0d2bd1211a13387fc2ece7f5ba391e93.jpg)