પાલનપુરના મડાણા ડાંગીયા નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં કાર ચાલકે ત્રણ લોકોને ટક્કર મારતા બેના મોત નીપજ્યા છે. જયારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે પાલનપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવવાનો પગલે ગઢ પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાના સ્થળ પર દોડી પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જીલ્લામાં ફરી એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પાલનપુર તાલુકાના મડાણા ડાંગીયા નજીક એક કાર ચાલકે ત્રણ લોકોને ટક્કર મારતા જેમાંથી બે લોકોના મોત નીપજ્યા છે. જ્યારે એકની હાલત અતિ ગંભીર થતા તેમને સારવાર માટે પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ દાંતીવાડાના વાઘરોલ તરફથી પૂરપાટ આવતી એક હોન્ડાઈ વરના કારે ઉભેલા ત્રણ લોકોને ટક્કર મારી હતી. જેથી ત્રણેય વ્યક્તિઓ અકસ્માતના કારણે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જોકે, સ્થાનિક લોકો દ્વારા ઈજાગ્રસ્તોને ચંડીસત ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જેમાં અકસ્માતના કારણે પ્રધાનજી સ્વરૂપજી માઢવાતર અને ચેનજીજી હીરાજી માઢવાતર બંને રહે મડાણા ડાંગીયા ગંભીર ઇજાઓના કારણે બંનેના મૃત્યુ નીપજ્યા હતા. અન્ય એક વ્યક્તિ મહેશજીને વધુ ઇજાઓને લઈ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.