સુરેન્દ્રનગર જિલ્લાના નવલગઢ ગામે કેનાલના રસ્તે મોટરસાયકલ સ્લીપ ખાતા યુવક અને બાઈક નર્મદા કેનાલમાં ખાબક્યું હતુ. ત્યારે ધ્રાંગધ્રા ફાયર સ્ટેશનની ટીમ, સુરેન્દ્રનગર ફાયર સ્ટેશનની ટીમ તેમજ જિલ્લાના સામાજિક કાર્યકરો અને તરવૈયા દ્વારા 24 કલાકથી વધુ સમય સુધી કેનાલમાં શોધખોળ હાથ ધરાઈ હતી. પરંતુ યુવકનો કોઈ પતો ન મળતા અંતે નર્મદા કેનાલનું પાણી બંધ કરવામાં આવ્યું હતુ. ત્યારે આજે વહેલી સવારે જસાપરથી ભેચડા જવાના રસ્તે નર્મદા કેનાલમાં યુવકનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો.સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામે 18 ફેબ્રુઆરીના રાત્રીના 10 વાગ્યા આસપાસ એક બાઈક સવાર યુવક કેનાલના રસ્તે પોતાના ઘરે પાછો ફરી રહ્યો હતો, તે દરમિયાન આકસ્મિક રીતે બાઈક સ્લીપ ખાતા મોરબી બ્રાન્ચની નવલગઢ ગામ નજીક નર્મદા કેનાલમાં બાઈક સાથે યુવક ખબક્યો હતો. ત્યારે ધ્રાંગધ્રા ફાયર ટીમ, સુરેન્દ્રનગર ફાયર ટીમ તેમજ ગ્રામજનો અને સામાજિક કાર્યકરો દ્વારા યુવકની કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં કેનાલમાં ડૂબી જનાર નવલગઢ ગામના જીગરભાઈ મકવાણા આશરે 35 વર્ષ ઉંમર નામના યુવકનું બાઈક શોધી કાઢ્યું હતું.પણ લાંબા પ્રયત્નો છતાંય યુવકને મોડી રાત્રી સુધી શોધી શકાયો નહોતો. ત્યારે નર્મદા કેનાલનું પાણી બંધ કરાતા આજે 20 ફેબ્રુઆરી અને મંગળવારે સવારના સમયે જસાપરથી ભેચડા જવાના રસ્તે નર્મદા કેનાલમાં એક યુવાનની લાશ તરતી જોવા મળતા સ્થાનિક ખેડૂત દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસનો સંપર્ક કરીને નવલગઢ ગામે યુવાનના પરિવારજનોને પણ જાણ કરાઇ હતી. જેથી પરિવારજનો દ્વારા તુરંત જસાપરથી ભેચડા જવાના રસ્તે દોડી પહોંચ્યા હતા. અને બાદમાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી યુવાનનો મૃતદેહ બહાર કાઢી ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અને વધુ તપાસ ધાંગધ્રા તાલુકા પોલીસ ચલાવી રહી છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं