વડોદરાના માંજલપુર ખાતે રહેતા અનિલભાઈ પાંડુરંગ ઠાકોર ઉંમર વર્ષ ૬૦ તથા તેઓના મિત્ર મુકેશભાઈ સૂર્યકાંતભાઈ વ્યાસ ઉંમર વર્ષ ૬૫ એમ બંને મિત્રો આજે સવારના સુમારે વડોદરાથી અનિલભાઈ ઠાકોરની બાઈક પર બેસી પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન આવ્યા હતા જેમાં બંન્ને મિત્રો દર્શન કર બપોરના સુમારે બાઈક પર બેસીને પરત વડોદરા તરફ જઈ રહ્યા હતા જે સમયે અનિલભાઈ બાઈક ચલાવતાં હતાં જ્યારે મુકેશભાઈ પાછળ બેઠા હતા તે દરમ્યાન હાલોલ શહેરની બહાર જ્યોતિ સર્કલ નજીક હાલોલ પાવાગઢ બાયપાસ ખાતે તેઓની બાઇક પસાર રહી હતી તે વખતે વળાંકમાં આવતા નાળાની ઉપરના રોડ પરની રેલિંગ ન હોવાના કારણે પૂર ઝડપે દોડતી બાઇક એકાએક બેકાબુ થઈ સીધી રોડ પરથી 20 ફૂટ જેટલા ઊંડા નાળામાં જઈને ખાબકી હતી જેમાં બાઈક પર સવાર અનિલ ઠાકોર અને મુકેશભાઈ વ્યાસ એમ બંન્ને મિત્રો બાઈક સહિત 20 ફૂટ જેટલા ઊંડા પાણી વિનાના નાળામાં ખાબકત જમીન પર પછડાયા હતા જેમાં મુકેશભાઈ વ્યાસને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેઓનું કરુણ મોત થયું હતું જ્યારે અનિલભાઈને પણ શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં તેઓની બાઇકને ધડાકાભેર નાળામાં ખાબકતી જોઈ આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી મુકેશભાઈના મૃતદેને તેમજ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા અનિલભાઈને હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા જેમાં અનિલભાઈને વધુ ગંભીર ઈજાઓ પહોંચી હોઈ રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા જ્યારે અકસ્માતના બનાવ અંગેની જાણ વડોદરા ખાતે મુકેશભાઈ વ્યાસના પરિવારજનોને થતા તેઓ તાત્કાલિક હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને મુકેશભાઇના મૃતદેહને જોઈને દુઃખ અને આઘાતમાં સરી પડ્યા હતા જ્યારે બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસ મથકે અકસ્માત અંગે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાયદાકિય કાર્યવાહી અંતર્ગત વધુ તપાસ હાથ ધરી છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं