વલસાડ.
ધરમપુર.
વિફરેલા પતિએ હથોડીથી માથું ફોડી પત્નીને પતાવી દીધી
16 વર્ષથી મનફાવે ત્યારે મયૂરીને મારતો, બે નવજાત ના મોત બાદ પુત્રનું સુખ મળ્યું, પણ બાપની ભૂલે 4 માસનો માસૂમ નિરાધાર બન્યો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ગોરખડા ગામમાં રહેતો એક પરિવાર ઘર કંકાસના કારણે વેરવિખેર થઈ ગયો છે. ગુસ્સામાં આવેલા પતિએ હથોડી ના ઘા મારી પત્નીની હત્યા નિપજાવતા ચકચાર મચી છે. દંપતીના ઝઘડાના કારણે હાલ તો ચાર મહિનાનો માસૂમ બાળક નિરાધાર બન્યો છે. હત્યારો પતિ ગુનાને અંજામ આપી ફરાર થાય તે પહેલા જ ગામલોકોએ તેને ઝડપી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.