બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકામાં છેલ્લા એક વર્ષ અગાઉ ચોરી કરીને નાસતા-ફરતા આરોપી અને ચીખલીગર ગેંગના આરોપીને ઝડપી પાડ્યો છે. જેમાં પાલનપુર તાલુકા પોલીસે ચીખલીગર ગેંગના આરોપીની અટકાયત કરી ચોરીમાં અન્ય કોઇ સામેલ છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે.

પાલનપુર તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન બાતમી હકીકતના આધારે નાસતા-ફરતા આરોપીઓની શોધખોળમાં હતી તે જ સમય દરમિયાન પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં એક વર્ષ અગાઉ થયેલ ચોરીના કેસમાં એક ગેંગના આરોપી પાલનપુર તાલુકા વિસ્તારમાં આવનાર છે. જે આધારે પોલીસે હકીકત મેળવી તેની તપાસ આદરતા તાલુકા પોલીસે એક સમયે પૂછતાછ કરતા ઇસમ શંકાસ્પદ જણાઇ આવતા પોલીસે તેની અટક કરી હતી.

પોલીસે પોલીસ મથકે લઇ જઇ તેનું નામ ઠામ પૂછતા આરોપી જુગલસિંગ માયા સિંઘ સિખ રહે દહેગામ શિવ નગર સોસાયટી ગુરૂદ્વારાની પાછળ દહેગામવાળા જે એક વર્ષ અગાઉ પાલનપુર તાલુકા વિસ્તારમાં ચોરી કરી અને નાસતો ફરતો હતો. જેથી પોલીસે તેના વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.