પેટલાદ તાલુકાના ભાટિયેલ ગામે ઇન્દિરા કોલોની વિસ્તારમા ગલ્લે ઉભા રહેવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈ એક યુવકે ત્રણ યુવકને ચાકુ મારતા ઈજાઓ થવા પામી હતી.વિજય લુહાર નામના યુવાને ચાકુ માર્યું હોવાનું કમલેશભાઈ દ્વારા જણાવાયું હતું.સમગ્ર બનાવમાં દક્ષેશ,હિતેશ અને કલ્પેશ નામના યુવકોને ચાકુ વાગતા પેટલાદ સિવિલ હોસ્પિટલમા લાવવામાં આવ્યા હતા. પેટ અને શરીરના અન્ય ભાગોમા ચાકુના ઘા વાગ્યા હતા.બનાવની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. બનાવને લઇ ભાટિયેલ સહીત પેટલાદ પંથકમા ચકચાર મચી જવા પામી હતી.