કાલોલ તાલુકા પંચાયત મનરેગા કચેરી ગુરુવારે બપોરે ખાલીખમ કર્મચારીઓ વગર વિજળી નો વેડફાટ #panchmahalમહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના ની તાલુકા કક્ષાની કચેરી કાલોલ તાલુકા પંચાયત ના મેડા ઉપર પ્રથમ માળે આવેલ છે જે ગ્રામીણ કુટુંબના પુખ્ત સભ્યો જેમને રોજગારની જરૂર હોય અને જેઓ બિનકુશળ શ્રમ કરવા માગતા હોય તેમને નાણાકીય વર્ષમાં ૧૦૦ દિવસની રોજગારી પુરી પાડવાની કાયદેસર બાંહેધરી આપે છે. મનરેગાએ રજી ફેબ્રુઆરી, ૨૦૦૬ના રોજથી અમલમાં આવ્યો છે. આ અધિનિયમ સમગ્ર દેશમાં અમલમાં છે.રોજગારી મેળવવા માંગતા શ્રમિકે ગ્રામ પંચાયતને કે તાલુકા વિકાસ અધિકારી (કાર્યક્ષમ અધિકારી) તાલુકા પંચાયત કચેરીએ મૌખિક કે લેખિત અરજી આપવી જોઇએ અને તેની પહોંચ માંગવી જોઇએ. તે માન્ય અરજી સ્વીકારવા અને તેની પહોંચ આપવા બંધાયેલા છે. ઓછામાં ઓછા સતત ૧૪ દિવસના કામ માટે માગણી કરવાની હોય છે. નોંધણી માટેનું એકમ કુટુંબ છે, દર પાંચ વર્ષે ફક્ત એકવાર કુટુંબની નોંધણી કરવામાં આવે છે. નોંધણી ફક્ત એકવાર કરવામાં આવે. જ્યારે કામ માટેની અરજીઓ કામ માગો તે દરેક વખતે કરવાની હોય છે. આ અધિનિયમમાં નિર્દિષ્ટ થયેલ કામો લઇ, ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત પ્રોજેક્ટ તૈયાર કરશે અને ગ્રામ સભાની ભલામણ સાથે પ્રોગ્રામ ઓફિસરને મોકલાશે. ત્યામર બાદ પ્રોગ્રામ ઓફિસર તાલુકા અને જીલ્લા પંચાયતની મંજુરી મેળવશે. મંજુરી મળતા તે સેલ્ફ ઓફ પ્રોજેક્ટમાંથી ગામની જરૂરિયાત પ્રમાણે કામો શરૂ કરી શકશે.સરકારશ્રી દ્વારા સોમવાર અને ગુરુવાર જાહેર જનતા માટે તેઓના પ્રશ્નો ના નિકાલ માટે અધિકારીએ હેડ ક્વાર્ટર પર હાજર રહેવા ના નિયમો બનાવેલ છે ત્યારે કાલોલ ની મનરેગા યોજના અંતર્ગત ની કચેરી ગુરુવારે બપોરે મિડીયા ને મનરેગા યોજના અંતર્ગત માહીતી મેળવવા કચેરીમાં પ્રવેશ કરતા જ સમગ્ર કચેરી કર્મચારી વિહીન ખાલી ખમ જોવા મળેલ. કચેરીનું રેકર્ડ કચેરી સહિત નધણીયાત હાલતમા જોવા મળેલ તમામ ટ્યુબ લાઈટ ચાલુ જોવા મળી એક પંખો કર્મચારીઓ ની ગેરહાજરીમાં પુરપાટ ગતીથી ફરતો જોવા મળેલ નજીકમા તપાસ કરતા કોઈ કર્મચારી જોવા મળેલ નહી ત્યારે આ પરિસ્થિતિ મા કોઈ જરૂરિયાતમંદ નાગરિક કે લાભાર્થી આ કચેરીમા આવે તો શુ થાય? ઓફિસ ના સરકારી રેકર્ડ ની જવાબદારી કોની? મનરેગા કચેરી ના આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફીસર સહિત સહિત તમામ ટેબલ ખાલી હતા ત્યારે પ્રશ્ન થાય કે શુ આ કર્મચારીઓ પોતાના ધરે પણ આ જ રીતે વિજળી નો વેડફાટ કરતા હશે? કે પછી સરકારી નાણા છે આપડા પિતાજી નુ શુ? એવી માનસિકતા હેઠળ ફરજ બજાવતા હશે કાલોલ ટીડીઓને આ બાબતે સંપર્ક કરતા તેઓની ઓફિસ પણ ખાલી ખમ જોવા મળેલ ત્યારે ઓફિસ ખુલ્લી મુકી બેજવાબદારી પૂર્વક વર્તન કરતા આવા કર્મચારીઓ ઉપર પગલા લેવામાં આવશે કે કેમ?
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
उखलाना शेषवतार का मेला आज.
अलीगड़. शेषवतार देहलवाल जी केविशाल मेले का आयोजन आज किया जायेगा.
ग्राम पंचायत सरपंच सरोज मीना ने...
बीडमध्ये अल्पवयीन मुलीची छेड शहर पोलिसात गुन्हा
बीडमध्ये अल्पवयीन मुलीची छेड शहर पोलिसात गुन्हा
August 2024 में MG Motors की कार और एसयूवी खरीदने का बेहतरीन मौका, मिल रहा लाखों रुपये का Discount
ब्रिटिश वाहन निर्माता एमजी मोटर्स (Morris Garages) की ओर से भारतीय बाजार में कई बेहतरीन कारों और...
છોટાઉદેપુરના કવાંટ ખાતે મધ્યપ્રદેશના રાજ્યપાલ પહોંચ્યા
#buletinindia #gujarat #chotaudepur
રાધનપુર ધોળાં દિવસે થઈ ચોરીની ઘટના | SatyaNirbhay News Channel
રાધનપુર ધોળાં દિવસે થઈ ચોરીની ઘટના | SatyaNirbhay News Channel