સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, થરાદમાં ગુરુસભા યોજાઈ
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, થરાદ ખાતે તા. ૧૫/૨/૨૦૨૪ ગુરુવારના રોજ ‘ગુરુસભા : ગ્રંથપરિચય’ મણકા-૭નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અત્રેની કૉલેજના ગુજરાતીના અધ્યાપક ડૉ. રતિલાલ કા. રોહિતે સ્વામી સચ્ચિાનંદ લિખિત પુસ્તક મારા પૂર્વાશ્રમનાં સંસ્મરણોનો પરિચય કરાવ્યો હતો. તેઓએ પ્રસ્તુત પુસ્તકમાંના સ્વામીજીના જન્મથી માંડીને સ્વામીજીએ ૨૧ વર્ષની ઉંમરે સન્યાસ લીધો ત્યાં સુધીના
પ્રસંગોને રજૂ કરીને સ્વામીજીના વ્યક્તિત્વના કેટલાક પાસા રજૂ કર્યા હતા. વળી એક વિડીયો ક્લિપ દ્વારા સ્વામીજીના વિચારો પણ રજૂ કરવામાં આવ્યાં હતા. તો અત્રેની કોલેજના બી. એ. સેમ ૨ ના વિદ્યાર્થી મહેન્દ્રસિંહ રાઠોડે યોગેન્દ્ર જાનીલિખિત *માર્ક ઝુકરબર્ગ* ગ્રંથનો પરિચય કરાવ્યો હતો. આ નિમિત્તે બંને વક્તાને સત્યના પ્રયોગો (સંક્ષેપ) પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૉલેજના આચાર્ય પ્રા. ભાવિક ચાવડાએ વક્તાઓને બિરદાવ્યા હતા. પ્રસ્તુત પ્રવૃત્તિના કો-ઓર્ડીનેટર અને ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડો. રતિલાલ કા. રોહિતે આ કાર્યક્રમનું આયોજન તથા સંયોજન કર્યું હતું. વિદ્યાર્થીઓ વિવિધ પુસ્તકોથી પરિચિત થાય, પોતે વાંચેલ પુસ્તકનો પરિચય આપતા શીખે અને વિશિષ્ટ પુસ્તકોના વાંચન તરફ વળે એવા ઉદ્દેશ સાથે પ્રસ્તુત પ્રવૃત્તિનો આરંભ કરવામાં આવ્યો છે. પ્રસ્તુત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતાં
અહેવાલ અમૃત માળી ડીસા