ટેક્સથી બચવા ટ્રાવેલ્સ સંચાલકોએ પેંતરો રચ્યો..
સરકાર શ્રીનો ટેકસ નહિ ભરવાના ઇરાદે બસના રજી.નંબર અન્ય બે બસોમાં ઉપયોગ કરી ગુન્હો આચરતા બે ઇસમોને કુલ રૂ.૨૦,૦૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઈમ બ્રાન્ચ
સરકારી ટેક્સ નહીં ભરવાના ઈરાદે એક જ નંબરની ત્રણ બસોમાં એક સરખી નંબરપ્લેટ નો ઉપયોગ કરી ટેક્સ ચોરી આચરતા ત્રણ ટ્રાવેલ્સ સંચાલકો પૈકી બે શખ્સોને ભાવનગર એલસીબી એ રૂપિયા ૨૦ લાખની બે બસ સાથે ઝડપી લીધા છે જયારે પાલીતાણા ના શખ્સને ઝડપી લીવા તજવીજ હાથ ધરી છે.
ખાનગી ટ્રાવેલ્સ નું સંચાલન કરતા સંચાલકો દ્વારા સરકારી ટેક્સ થી બચવા અવનવા કિમિયાઓ અજમાવતા હોય છે અને ઘણા ખરા કિસ્સાઓમાં યેનકેન પ્રકારે આચરવામાં આવતી ટેક્સ ચોરી આરટીઓ દ્વારા ઝડપી લેવામાં આવતી હોય છે, ત્યારે તાજેતરમાં સરકારી ટેક્સ થી બચવા ટ્રાવેલ્સ સંચાલકોએ એક જ સરખી નંબર પ્લેટ ધરાવતી અલગ-અલગ ત્રણ બસો રોડપર દોડાવતા હોવાની બાતમી ભાવનગર એલસીબી ની ટીમને મળતા એલસીબી એ પાલીતાણા ના ઘેટી રોડપર થી તથા સિહોર સિધ્ધિવિનાયક હોટલ પાસે આવેલ ગેરેજના પાર્કિંગ અને શહેરના નવાપરામા આવેલ લીમડા ટ્રાવેલ્સ ના પાર્કમાં પાર્ક ત્રણ બસોને કબ્જે કરી એસપી કચેરીના ગ્રાઉન્ડમાં લાવવામાં આવી હતી.