*નાગફણાના ગોગા મહારાજ ધામ* **૧૧ મી વાર્ષિક તિથિ મહોત્સવ* 

      ડીસા તાલુકાના નાગફણા ગામે નાગફણા નગરીના નાગની અસીમ કૃપાથી મહા સુદ ૨ને તા- ૧૧-૦૨-૨૦૨૪ ને રવિવારે રાત્રે રમેલની રમઝટ જામશે તેમજ બીજા દિવસે મહા સુદ ૩ને તા- ૧૨-૦૨-૨૦૨૪ ને સોમવારે સવારે ૭ થી ૫ વાગ્યા સુધી હવન થશે આ નાગફણા નગરીમાં ગોગા બાપાના ચમત્કાર અને આસ્થા ધરાવતા લોકોની મનોકામના તેમજ ગાદીપતિ ભુવાજી શ્રી પરબતભાઈ ચેલાભાઈ રબારી ના આશીર્વાદ થી લોકોની મનોકામના પૂર્ણ થાય છે જેને લઈને ગોગા મહારાજના મંદિરે ધાર્મિક ભાવિકોનો મોટા પ્રમાણમાં ધસારો જોવા મળે છે આ ધાર્મિક પર્વ પ્રસંગે નાગફણા ગામ લોકો તેમજ ભુવાજી પરબતભાઈ ચેલાભાઈ રબારીએ જણાવ્યું કે ધર્મ પ્રેમી જનતા આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા તેમજ ભોજન પ્રસાદનો લાભ લેવા અનુરોધ કર્યો છે

        ( *વિનોદભાઈ બાંડીવાલા* )