વલસાડના ગૌરવ પથ ઉપર આવેલી આવાબાઈ હાઇસ્કુલના ઉત્તર ભાગે શોપિંગ સેન્ટર સામેના રોડને વલસાડ નગરપાલિકાએ રૂરલ પોલીસ સ્ટેશન અને ફાયર સ્ટેશન સુધી 33 ફૂટ પહોળો કરી ટ્રાફિકની સમસ્યાને હલ કરવાનો પ્રયાસ કર્યો છે.જે માટે લોકોમાં પણ પાલિકા સામે માનની લાગણી પ્રસરી હતી.પરંતુ રોડની પહોળાઈ વધારી ડામરનો રસ્તો બનાવીને પાલિકાએ રોડ ખુલ્લો મૂકી દીધો છે.જેના કારણે આ દુકાનવાળા વિસ્તારમાં આવતા ગ્રાહકો ઓફિસે આવતા લોકોના વાહનો અગાઉની જેમ ગમે તેમ રોડ ઉપર પાર્ક કરવા માંડ્યા છે.શિસ્તને નેવે મૂકીને પાર્ક થતા વાહનોના કારણે રસ્તા ઉપરથી સ્ટેશન રોડ પર નીકળતા અને કલ્યાણબાગ સામે ફાયર સ્ટેશન તરફથી ગૌરવ પથ પર આવતા અનેક વાહન ચાલકોને રોડના માર્જિન બહાર સુધી પાર્ક કરાતા વાહનોથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं