ડીસાના ભીલડીના ખેટવા ઇન્દિરાનગર બ્રિજ પાસે બુધવારે અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતાં બાઇક સવાર યુવકને માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી. જેને અમદાવાદ સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ડીસા તાલુકાના ભીલડીમાં વર્ષોથી કચ્છી કિંગ નામની નાસ્તાની દુકાનનો ધંધો કરી પોતાનું ગુજરાત ચલાવતા અશોકભાઈ જેતાજી ગેલોત (35) (રહે.વખા, તા.દિયોદર) પોતાનું બાઈક લઈને બુધવારે રાત્રીના સમયે ડીસાથી ભીલડી પરત ફરી આવી રહ્યા હતા. ત્યારે અજાણ્યા વાહને ભીલડી ઇન્દિરાનગર બ્રિજ પાસે ટક્કર મારતા ફંગોળાયા હતા. ત્યારે ચાલકને માથાના ભાગે તેમજ હાથ-પગના ભાગે પણ ઇજાઓ થઈ હતી.
જ્યારે વાહન ચાલક વાહન લઇ ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્તને ભીલડી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા અને ગંભીર ઇજાઓના કારણે ત્યાંથી ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે વધારે ગંભીર હાલત થતાં અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું. મૃતકને એક દીકરી અને એક દીકરો હોવાથી પિતાની છત્રછાયા ગુમાવી હતી.