અમરેલી જિલ્લાના ખાંભા તાલુકા વિકાસ અધિકારીશ્રી ઘોરી સાહેબની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો

ખાંભા તાલુકા વિકાસ અધિકારીશ્રી ઘોરી સાહેબની કચ્છ ખાતે બદલી થતાં ખાંભા તાલુકા પંચાયત ખાતે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.સરકારી અધિકારી કે કર્મચારીઓને નોકરીમાં બદલી, બઢતી અને બદનામી આ ત્રણ વાતને સાથે રાખીને નોકરી કરવાની હોય છે. સરકારી અધિકારી હોય કે પછી કર્મચારી તે પોતાની ફરજ પર હોય, તે સમય દરમ્યાન કેવી ફરજ બજાવી તેની ખબર અધિકારીની બદલી થાય પછી જ ખ્યાલ આવે છે. ઘોરી સાહેબ નું નિખાલસ નિરાભિમાની વ્યક્તિત્વ માટે હંમેશા યાદ રહેશે બે વર્ષ દરમ્યાન થયેલ અનુભવો વાગોળતા ઘોરી સાહેબ ભાવવિભોર બની ગયા હતા.અને ફરજ દરમ્યાન કોઈના દિલને ઠેસ પહોંચી હોઈ તો નિખાલસ દિલથી ક્ષમા માંગી હતી. વિદાય સમારંભમાં તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા તમામ શાખાઓનો સ્ટાફ સરપંચ શ્રીઓ,જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ,તાલુકા સદસ્યશ્રીઓ,ભાજપના હોદ્દેદારો તેમજ રાજકીય આગેવાનો તેમજ ગ્રામસેવક ઉપસ્થિત રહી તાલુકા વિકાસ અધિકારી ઘોરી સાહેબને સાલ ઓઢાડી, ફૂલહાર કરી, શ્રીફળ અને પડા સ્મૃતિ ચિહ્ન ભેટ આપી હતી. અને ઘોરી સાહેબનું જીવન આનંદમય સુખમય , આરોગ્યપ્રદ રહે તે માટે ની શુભેચ્છાઓ પાઠવી હતી.