કાલોલ તાલુકામાં થી પસાર થી ગોમાં નદી જાણે ભૂમાફિયાઓ માટે આશીર્વાદ સમાન હોઈ તેમ રાત દિવસ નદીના પટ માંથી રેતીનું ખનન કરતા ભૂમાફિયાઓ ઉપર આજે વેહલી સવારે ગોધરા ખાન ખનીજની ટીમે ચલાલી ગોમા નદીમાંથી રેતી ઉલેચતા ખનન માફિયાઓની ઊંઘ ઉડાવી ૨.૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ગોધરા તરફ રવાના થયા હતા કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા ચલાલી ગામે ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા રેડ કરતા નદીમાં ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરી રહેલા ચાર હાઇવા, એક ટ્રેકટર,એક લોડર મશીન ઝડપી પાડ્યું છે. (૧) ચાર હાઇવના ડ્રાઈવર નામ :- રિઝવાન પાડવા, શોકત કાઠિયા,ઈશાક બાંડી,ઈમ્તિયાઝ ઝૂઝરા, (૨) એક ટ્રેક્ટરનો ડ્રાઈવર :- ચૌહાણ અલ્પેશસિંહ, (૩) લોડર મશીનનો ડ્રાઇવર :- રાઠવા વિજયભાઈ, ઉપરોક્ત નામ વાળી વ્યક્તિઓની મુદ્દામાલ સાથે અટકાયત કરી બે કરોડનો મુદ્દામાલ ઝડપી પાડી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રેડ દરમિયાન પકડાયેલ તમામ મુદ્દામાલ કલેકટર કચેરી ગોધરા ખાતે મોકલી આપી સીઝ કરાયો છે