બનાસકાંઠા જીલ્લાના ભાભર પોલીસે નર્મદા કેનાલ પરથી ઈલેક્ટ્રીક મોટરની ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી છે. જેમાં પોલીસે બાતમી હકીકતના આધારે એક વ્યક્તિ ચોરી કરેલ ઈલેક્ટ્રીક મોટર ભાભર માર્કેટમાં વેચવા આવેલ છે. જેના આધારે પોલીસે ઝડપી પાડી કુલ ત્રણ આરોપીઓ ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જીલ્લાના સરહદી વિસ્તારોમાં નર્મદા કેનાલ આધારે ખેડૂતો ખેતી કરતા હોય છે. કેનાલમાંથી ઈલેક્ટ્રીક મોટર દ્વારા પોતાના ખેતર સુધી પાણી પહોંચાડતા હોઈ છે. જોકે, કેટલાંક સમયથી ખેડૂતોની એક એક બાદ એક ઈલેક્ટ્રીક મોટરો ચોરાતી હોવાની વિગતો મળતી હતી. જે બાબતની રજૂઆત ખેડૂતો દ્વારા ભાભર પોલીસ મથકના પીએસઆઇને એન. વી. રહેવરને કરવામાં આવતી. જે આધારે પીએસઆઈ તે દિશામાં તપાસ હાથ ધરેલી હતી.

જેમાં આજે ભાભર પીએસઆઇ એન. વી. રહેવર સહિત પોલીસ સ્ટાફને ખાનગી રહે પાંચમી મળેલી કે એક ઇસમ ભાભર બજારમાં નર્મદા કેનાલમાંથી ચોરી કરેલ પાણી ની ઇલેક્ટ્રિક મોટર વેચવા માટે આવે છે. જે આધારે ભાભર પોલીસ વાવ સર્કલ પાસે બાતમી આધારે તપાસમાં હતા તે સમય દરમિયાન એક ઇસમ પ્લાસ્ટિકના કટ્ટામાં કસું ભરી આવતા તેને પોલીસે કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો.

પોલીસે ઇસમને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ત્રણ ઈસમો સાથે મળી છેલ્લા બે વર્ષથી નર્મદા કેનાલમાં કુવાળા પુલ પાસેથી તેમજ લુન્દ્રા રેલવે બ્રિજ પાસેથી, માનપુર પુલ પાસે, ચેમ્બુવા માઇનોર કેનાલ માંથી ખેડૂતોએ પોતાના ખેતરમાં સિંચાઇ નર્મદા કેનાલ રાખેલ ઈલેક્ટ્રીક મોટરો અલગ-અલગ જગ્યાએથી ચોરી કરી હતી. ભાભર પોલીસે ત્રણ ઇસમોની અટકાયત કરી કુલ મુદ્દામાલ કબજે લઇ આગળની તપાસ હાથ ધરી છે.