ડીસામાં છેલ્લા એક અઠવાડિયાથી તાપમાનનો પારો વધી રહ્યો છે અને ઠંડી ઘટી રહી છે. જેમાં આજે લઘુતમ તાપમાન 18.2 ડિગ્રી નોંધાયું હતું.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ઠંડીમાં વધારો થવાની આગાહી દરમિયાન ડીસામાં ઠંડીમાં ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી ડીસામાં રોજેરોજ તાપમાન વધી રહ્યું છે.

અઠવાડિયા અગાઉ ડીસામાં 10 થી 11 ડીગ્રી આસપાસ તાપમાન રહેતું હતું. જેમાં આજે આઠ ડિગ્રી જેટલો ઘટાડો થયો છે અને આજે ડીસાનું લઘુતમ તાપમાન 18.2 ડિગ્રી નોંધાયુ હતું. ગઈકાલ કરતાં આજે 24 કલાકમાં જ બે ડિગ્રી જેટલું તાપમાન ઘટી ગયું છે.

આ વર્ષે શિયાળા દરમિયાન ડીસા પંથકમાં ખાસ કાઇ ઠંડી જોવા મળી હતી અને લોકોએ પણ કડકડતી ઠંડીનો અહેસાસ ખૂબ જ ઓછો કરવો પડે છે અને લોકો ઠંડીથી રાહત અનુભવી રહ્યા છે. જોકે, આગામી સમયમાં હજુ પણ તાપમાનમાં ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહીને પગલે લોકોએ ઠંડીનો અહેસાસ કરવો પડશે.