ખેડબ્રહ્મા તાલુકા પુરવઠા મામલતદાર ની રહેમ નજર હેઠળ તાલુકામાં દુકાનદારો કુપન ન કાઢતા હોવાની બૂમો  ઉઠવા પામી

 ખેડબ્રહ્મા તાલુકામાં સસ્તા અનાજની દુકાનો 50 જેટલી આવેલી છે જ્યારે આ તમામ દુકાનદારો અને મંડળીઓ વાળા કુપનો ન કાઢતા હોય અને અરજદારો પાસે તમારે શું લેવાનું છે તેવો પ્રશ્ન કરી વધારાનો માલ હડપ કરતા હોય તેવું હાલ સ્થાનિક તાલુકા વાસીઓમાં ચર્ચા ચાલી રહ્યી છે આ અંગે વારંવાર સ્થાનિકો દ્વારા મૌખિક રજૂઆત પુરવઠામાં મામલતદાર ને રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતનો નિકાલ ન આવતો હોય અંતરિયાળ વિસ્તારોમાં અનાજનું બારોબારિયું થતું હોવાની પણ પ્રજા વચ્ચે ચર્ચાઓ થઈ રહી છે ચોખા તેમજ ચણા ઘઉં નું બારોબારિયું થતું હોવાની પણ રાવ ઉઠવા પામે છે જ્યારે ગુજરાત સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી અનાજ પહોંચે તેવા ઉમદા હેતુથી આ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે કેટલાક કર્મચારીઓ પોતાનું આગવું કરવાની વાત ધ્યાને રાખી અને આવા દુકાનદારોને પોતાના લાભ માટે નજર અંદાજ કરતા હોય તેવું અહીંયા દેખાઈ રહ્યું છે