ખાભા ના ડેડાણ માં હજરત જનુન્શાહ બાબા ના ઉર્ષ ની શાનોશોક્ત થી કરવામાં આવી ઉજવણી
ડેડાણ માં કૉમીએકતા નું પ્રતીક અને ડેડાણ બસ સ્ટેન્ડ ની શાન ગણાતા હજરત જનુન્શાહ બાબા ના ઉર્ષ માં હિન્દૂ મુસ્લિમ સમાજ ના લોકો મોટી સઁખ્યા માં ઉપસ્થિત રહ્યા.
આ પ્રસંગે જાંબુરના પ્રખ્યાત સિદી બાદશાહ ની ધમાલ સાથે બદરૂદ્દીનભાઈ મુલતાની ના ઘરેથી સંદલ શરીફ કાઢવામાં આવ્યું હતું જેમાં ડેડાણ રાજવી પરિવારના દરબાર શ્રી જયરાજભાઇ કોટીલા. મહેશભાઈ કોટીલા. અને બ્રહ્મ સમાજ પ્રમુખ દતેશભાઈ જાની. શૈલેષભાઈ સોલંકી.સહિત પધારેલા તમામ સમાજના લોકોને મુસ્લિમ સમાજ પ્રમુખ અયુબ ખાન પઠાણ. સોરઠીયા ઘાંચી સમાજ પ્રમુખ મજીતભાઈ ટાક. ગુલાબભાઈ ખોખર. ઈસ્માઈલખા પઠાણ. યુનુસ બાપુ. ઈમ્તિયાઝ ખાન પઠાણ. હારુનભાઈ સમા. યુનુસભાઇ બાવન્કા. બહાદુરભાઈ હીરાણી. મોહસીન પઠાણ.સહિતના આગેવાનો દ્વારા તમામ ને આવકાર્યા હતાં
આ તકે મોટી સંખ્યામાં ઉપસ્થિત હિંદુ મુસ્લિમ સમાજના તમામ લોકો માટે ન્યાજ (પ્રસાદી ) ખીર ની વ્યવસ્થા દરગાહ ટ્રસ્ટના પ્રમુખ ચંગેજખાન પઠાણ દ્વારા કરવામાં આવી હતી