લીલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ( IMFL ) ની બોટલો , મોબાઇલ ફોન તથા ફોર વ્હીલ કાર સહિત કુલ કિં.રૂ .૨,૨૭,૨૦૦ / - ના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ. ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓ માંથી દારૂ જુગારની બદી દુર કરવા પ્રોહી - જુગારના કેસો કરવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય , આજરોજ શરૂ રાત્રિના લીલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ દરમિયાન અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ને બાતમી રાહે હકીકત મળેલ કે , લીલીયા તાલુકાના સલડી ગામે સ્મશાન પાસે બે ઇસમો ફોર વ્હીલ કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલોની હેરફેર કરે છે , તેવી ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં બે ઇસમોને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો , મોબાઇલ ફોન તથા ફોર વ્હીલ કાર સાથે ઝડપી લઇ , પકડાયેલ ઇસમો તથા મુદ્દામાલ લીલીયા પોલીસ સ્ટેશન માં સોંપી આપેલ છે . પકડવાનો બાકી આરોપીઃ જગુભાઈ વાલાભાઇ વાળા , રહે.લાલાવદર તા.જિ.અમરેલી પકડાયેલ આરોપી ( ૧ ) વિશાલ સુરેશભાઇ પરમાર , ઉં.વ .૨૫ , રહે સલડી , તા.લીલીયા , જિ અમરેલી,( ૨ ) કલ્પેશ વિષ્ણુભાઇ જોષી , ઉ.વ .૨૯ , રહે.લીલીયા , રેલ્વે સ્ટેશન પાસે , તા.લીલીયા, જિ.અમરેલી, પકડાયેલ મુદ્દામાલઃ ભારતીય બનાવટના વિદેશી દારૂ ( IMFL ) ની અલગ - અલગ બ્રાન્ડની , ૭૫૦ મીલીની બોટલ નંગ -૪૦ , કિં.રૂ .૧૮,૨૦૦ / તથા મોબાઇલ ફોન નંગ -૨ કિ.રૂ .૯,૦૦૦ / - તથા TOYOTA ETIOS ફોર વ્હીલ રજી નંબર GJ - 18 - AM - T 6576 કિં.રૂ .૨,૦૦,૦૦૦ / - મળી કુલ કિં.રૂ .૨,૨૭,૨૦૦ / - નો મુદ્દામાલ આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.