પાલનપુર એલસીબી સ્ટાફ મંગળવારે ધાનેરામાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી મળતા ધાનેરા બસ સ્ટેન્ડ આગળથી એક શખસને ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમાડતા શખસને 1440 રોકડ તથા મોબાઈલ મળી રૂ.9440 મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

પાલનપુર એલસીબી સ્ટાફ મંગળવારે ધાનેરા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી મળતાં ધાનેરા બસ સ્ટેશન પાસે હેવમોર આઇસ્ક્રીમની દુકાન આગળ ઘનશ્યામભાઈ દીપચંદ ઠક્કર (રહે.ઢુંલા શેરી, કોટડા વિસ્તાર) બાંગ્લા દેશની ક્રિકેટ ગેમમાં પ્રીમિયમ લીગની મેચમાં હાર-જીતનો જુગાર અલગ-અલગ ભાવ લગાવી ઓનલાઈન રમાડતો હતો અને પેમેન્ટ પણ ઓનલાઇન કરતો હતો. જેને એલસીબીએ ઝડપી લીધો હતો. આ શખસ પાસેથી 8 હજારનો મોબાઈલ, રૂપિયા 1440 રોકડ કબજે લીધા હતા. પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.