અંબાજીની કિડ્સ ગાર્ડન જુનિયર સ્કૂલમાં વાર્ષિક સ્પોર્ટ્સ દિવસ મનાવવામાં આવ્યો

     અંબાજીની કી ગાર્ડન જુનિયર ઇંગલિશ મીડીયમ સ્કુલ માં આજે વાર્ષિક સ્પોર્ટ્સ દિવસ મનાવવામાં આવ્યો જેમાં પ્લે ગ્રુપ થી લઈ એચ કે જી સુધીના નાના નાના બાળકોએ ભાગ લીધો

નાના નાના બાળકોએ પ્રથમ તો આવેલ મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને સરસ પ્રસ્તુતિ આપી હતી ત્યાર બાદ નાના બાળકો ને રમતો રમાડવામાં આવી હતી.

બાળકોને ઉંમર પ્રમાણે રમતો રમાડવામાં આવી હતી જેવી કે રેસ, હોર્સ રેસ,રેડી ફોર સ્કૂલ,ફિલ ધ વોટર બોટલ વગેરે રમતો રમાડવામાં આવી હતી. રમતોના અંતે પ્રથમ આવેલ બાળકોને મેડલ અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા બાળકોના વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો

બાળકોને રમત ગમત વિષે જ્ઞાન મળે અને બાળકો શારીરિક અને અને માનસિક રીતે મજબૂત થાય તે માટે દર વર્ષે કીડ્સ ગાર્ડન જુનિયર સ્કૂલ દ્વારા આ સ્પોર્ટ દિવસનું આયોજન કરવામાં આવે છે 

વાર્ષિક સ્પોર્ટ્સ દિવસના કાર્યક્રમ દરમિયાન કિડ્સ ગાર્ડન જુનિયર સ્કૂલના સંચાલક અને પ્રિન્સિપાલ તથા સ્કૂલના સ્ટાફ અને બાળકોના વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

અરવિંદ અગ્રવાલ અંબાજી