આદ્ય શકિત માં જગદંબાની ઉપાસના અને આરાધનાનું પર્વ ભક્તિ સ્વરૂપે પ્રગટ થાય છે ત્યારે આદ્ય શકિત માં અંબાના પ્રાગણમાં ડીસાના બી.ડી. પાર્ક ભાગ-1 માં રહેતાં વક્તાજી માલાજી ગેલોત પરિવાર તરફથી ડીસાથી અંબાજી પગપાળા યાત્રા સંઘનું વાજતે-ગાજતે પ્રસ્થાન કરાયું હતું.

જેમાં પગપાળા યાત્રા સંઘમાં ગેલોત (માળી) પરિવારના મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને ડી.જે. ના તાલે ભાવિક ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. જ્યારે ભાવિક ભક્તો અંબાજી મંદિર ખાતે પહોંચી શિશ ઝૂકાવી ધન્યતા અનુભવશે. જ્યારે ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદનો લ્હાવો લીધો હતો.

આ પ્રસંગે ડીસાના ધારાશાસ્ત્રી કૈલાશભાઇ વી. ગેલોત, હરિભાઇ વી. ગેલોત, સુખદેવભાઇ વી. ગેલોત, લચ્છાજી માલાજી. ગેલોત, પરેશભાઇ બી. ગેલોત, ડીસાના ધારાસભ્ય પ્રવિણભાઇ માળી, ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાન્તભાઇ પંડ્યા, ગુજરાત પ્રદેશ મંત્રી બક્ષીપંચ મોરચો ભાજપના પી.એન. માળી સહીત ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જ્યારે અર્બુદા સંઘના સભ્યો દ્વારા વક્તાજી માલાજી ગેલોત પરિવારનું નટરાજ કોલ્ડ સ્ટોરેજ ખાતે સ્વાગત કર્યું હતું. જેમાં શિવાજી માળી, રમેશભાઇ માળી, નવિનભાઇ માળી, રમેશભાઇ માળી, પરેશભાઇ માળી, ગીરધારજી માળી, ભરતભાઇ દેવડા, દિનેશભાઇ માળી, ઇશ્વરનાથ ગૌસ્વામી, આ.બી.સોલંકી, પરેશભાઇ માળી, જયેશભાઇ માળી અને મોટી સંખ્યામાં માળી સમાજના આગેવાનો અંબાના પગપાળા સંઘમાં જોડાયા હતા. જ્યારે શનિવારે પગપાળા યાત્રા સંઘ પહોંચ્યા બાદ માં અંબાના ચાચર ચોકમાં નવચંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે. જેમાં ભાવિક ભક્તોને જોડાવવા અનુરોધ કરાયો છે.