કાલોલ ની ગોમા નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી સલામત જગ્યાએ ઢગલા બનાવી દીવસ દરમ્યાન ટ્રેકટરો મારફતે હેરફેર કરવાનો માફીયાઓ ને પરવાનો મળી ગયો હોય તેમ લાગી રહ્યુ છે કાલોલ ના વેરાઈ માતા નાં મંદીર પાછળ પુલ ની એક તરફ રેતી ખનન બાબતે સ્થાનીક આદિવાસી સમાજ અને એક ખેડુત દ્વારા જેતે સમયે તંત્ર ને રજુઆત કરી હતી ત્યારે માફિયાઓએ ધાક ધમકી આપી અને મારામારી કરી હોવાના બનાવ પણ બન્યા હતા ત્યારે પુલ ની બીજી તરફ જેતપુર જવાના રસ્તે સરિયામ રસ્તા ઉપર ખોદકામ કરી રસ્તો ખોદી કાઢીને રેતી ખનન કરવામાં આવી રહ્યુ છે છેલ્લા કેટલાક દિવસોથી વૃક્ષો સહિત નો રસ્તો ખોદી મોટા મોટા ખાડા પાડી ને રેતી ઉલેચી લેવામા આવે છે સ્થાનીક અધિકારીઓ ખાણ ખનીજ વિભાગ નુ કામ હોવાથી ખનીજ વિભાગ નો સંપર્ક કરો તેમ કહી આ ધટના થી દૂર થઈ રહ્યા છે ત્યારે પર્યાવરણ નુ નિકંદન કાઢી ખનન કરતા માફીયાઓ ને બેફામ ખનન નો પરવાનો કોણે આપ્યો કાલોલ નગરમાંથી આજે પણ બિન્દાસ્ત રેતી ભરેલા ટ્રેકટરો પસાર થાય છે. કાલોલ તાલુકાના બોરૂ, બાકરોલ, ઘુસર, સગનપૂરા, દેલોલ જેવા નદી કાંઠા ના ગામો મા પણ બેફામ રેતી ખનન થાય છે તંત્ર દ્વારા બેઠકો કરી સરપંચ, તલાટી, પોલિસ, મામલતદાર, ખનીજ વિભાગ ને ખનન અટકાવવા સંયુક્ત રીતે કામગીરી કરવા સુચનો કર્યા છે ત્યારે સરકાર નો કયો વિભાગ આ ગેરકાયદેસર ખનન અટકાવવા કમર કસસે? કાલોલ ની ગોમા નદીના અસ્તિત્વ ઉપર ઘેરુ સંકટ સર્જાયું છે સ્મશાન ભૂમિ, રાવણ દહન, શિશુ મંદીર, દોલતપુરા વિસ્તારમા બેફામ ખનન થી ખાના ખરાબી કરી હવે જેતપુર બેટ તરફ ખનન માફીયાઓ વધી રહ્યા છે ત્યારે તેઓની સામે નક્કર કાર્યવાહી થાય તેવી સ્થાનીક ખેડૂતો અને રહીશો ની માંગ છે.