બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે બાતમી હકીકત આધારે મજાદર પાસેથી ચોરીના બાઈક સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે જેમાં ઇસમ ની પૂછપરછ કરતા પકડાયેલ ઇસમ જોડેથી અન્ય ચોરીના 2 બાઈકો મળી આવ્યા હતા જેથી બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે કુલ મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા પોલીસે ઊંઝા અને વિસનગર વિસ્તારમાંથી ચોરીના ત્રણ બાઈકો ઝડપી પાડ્યા છે. જેમાં બનાસકાંઠા એલ.સી.બી સ્ટાફના છાપી વિસ્તારમાં મજાદર ગામના પાટીયા પાસેથી બાતમી હકિકત આધારે એક શંકાસ્પદ નંબર વગરના બાઈકના ચાલકને ઉભો રાખી ચાલકની પાસે બાઈકના કાગળો માંગતા પોલીસને કોઈ સંતોષકારક જવાબ ન આપતાં ચાલાક પોલીસઆગળ ગલ્લા-તલ્લા કરતો હોય અને સદરે બાઈક ચાલક શંકાસ્પદ જણાતાં તેની અટક કરી હતી અને તેની વધુ પૂછ પરછ કરતા ચાલક પાસેથી વધુ અન્ય બે બાઈકો મળી આવી હતી જેથી બાઈક ચાલાક સંજયજી ઉર્ફે કાળીયો મંગાજી ઠાકોર (રહે.છાપી ઠાકોરવાસ વડગામ) વાળો અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.