ડીસા(મેરૂજી પ્રજાપતિ)

ડીસા ની ન્યાયાલયે ચેક રિટર્ન ના કેસમાં આરોપીને તકસરીરવાન ઠેરવી વળતર અને કેદ ની સજા ફરમાવી છે.

વર્તમાન સમયમાં ઝડપથી બદલાતી વ્યાપારિક પરિવેશમાં નાણાં ના આદાન-પ્રદાનમાં વિશ્વાસ અને લેવડ દેવડમાં આસ્થા ટકી રહે નાણાકીય ગેરલાભ કે ગેર ઉપયોગ ન થાય તે માટે નેગોશીએબલ એકટ મુજબ ડીસા ના એડિશનલ ચીફ જ્યૂડીશલ મેજિસ્ટ્રેટ શ્રી પ્રજાપતિ સાહેબે ફરિયાદીએ રજૂ કરેલ પુરાવા તેમજ ફરિયાદીના વકીલ ડીસાના  ધર્મેદ્ર ફોફાણી ની ન્યાયોચિત રજૂઆતો ધ્યાને લઇ આરોપી ને સજા ફરમાવેલ છે.

આ ચર્ચા સ્પદ બનાવ અંગે જાણવા મળ્યા પ્રમાણે ફરી.નાનજીભાઈ જેઠાભાઇ પટેલ રહે.પેછડાલ તા.ડીસા વાળાઓને આરોપી ઉત્તમભાઈ ઈશ્વરભાઈ ટેટોડા વાળાઓએ નાણાં કીય લેવડ દેવડ પેટે નાણાં ચૂકવવા રૂ.11લાખ 50 હજારનો ચેક આપેલ  જે ચેક પરત આવતા ફરિયાદીએ નામદાર કોર્ટમાં કેસ દાખલ કરતા આ કેસ આજે ચાલી જતા ડીસા ની ત્રીજી અધિક જ્યૂડીશલ નામદાર કોર્ટે આરોપીને બે વર્ષની સજા અને લેવડ-દેવડના ડબલ રૂપિયા 23 લાખ નું વળતર ચૂકવવા હુકમ કર્યો હતો વધુમાં જો દિન 30 માં વળતર ન ચૂકવે તો છ માસની સાદી સજા નો હુકમ કરવામાં આવેલ છે.