પાવીજેતપુર તાલુકાના શિથોલ ખાતે આવેલ શાસ્ત્રી વિદ્યાલયમાં ભવ્યતથી વાર્ષિક રમતોત્સવ યોજાયો

          પાવીજેતપુર તાલુકાની સિથોલ હાઈસ્કૂલમાં ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે વાર્ષિક રમતોત્સવ ઉજવવામાં આવ્યો હતો.

        પ્રાપ્ત વિગતો અનુસાર શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલ ખાતે બે દિવસીય વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સતત અભ્યાસ પછી વિદ્યાર્થીઓ માનસિક રીતે પ્રફલ્લિત બને સાથે તેઓમાં ખેલદિલીની ભાવના વિકસે, શારીરિક સ્વસ્થતા-સજાગતા આવે ઉપરાંત તેઓમાં ચપળતા, ઝડપ, ત્વરિત નિર્ણય, ધ્યાન, એકાગ્રતા, જૂથ કાર્ય, એકતાનું મહત્વ, શિસ્ત અને ખેલ દિલી ની ભાવના વગેરેનો વિકાસ થાય તેવા ઉમદા હેતુસર શાળાના આચાર્યશ્રી શાહિદ શેખ ના માર્ગદર્શન હેઠળ શાળામાં બે દિવસીય વાર્ષિક રમતોત્સવ યોજવામાં આવ્યો હતો.શાળાની તમામ વિદ્યાર્થી ભાઈ- બહેનો માટે શાળાના મેદાનમાં વિવિધ રમતો જેવી કે, લિંબુ ચમચી, કોથળા દોડ, ઝીગ ઝેગ રેસ, ઉંધી દોડ, સિક્કા શોધ, શતરંજ, ખો ખો, કબડડી અને ક્રિકેટ નું આયોજન કરવામાં આવ્યું હતુ તમામ રમતો માં શાળાના વિદ્યાર્થીઓ એ ઉત્સાહ ભેર ભાગ લઈ રમતોત્સવ ના હેતુ ને સાર્થક કર્યો હતો ક્રિકેટ ની રમત માં ભાઈઓ ની ક્રિકેટ કરતા બહેનો ની ક્રિકેટ માં તીવ્ર રસાકસી જોવા મળી હતી. બહેનો ની ક્રિકેટ માં શાળાની શિક્ષિકા બહેનો એ પણ રમત માં ભાગ લીધો હતો. જ્યારે ભાઈઓ ની ક્રિકેટ માં શાળાના શિક્ષકો, સુપરવાઈઝર અને આચાર્યશ્રી એ પણ ભાગ લઈ વિદ્યાર્થીઓ નો ઉત્સાહ વધારી પ્રેરણા સ્ત્રોત બન્યા હતા. એકંદરે રમતોત્સવ ખૂબ જ સફળ, આનંદ-ઉલ્લાસભર્યો અને યાદગાર બની રહ્યો હતો. આ બે દિવસીય વાર્ષિક રમતોત્સવનું સંચાલન ટીમ સ્પીરીટ થી શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.