કાલોલ નગરમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના નવનિર્માણ ભવ્ય મંદિરના લોકાર્પણ નિમિત્તે કાલોલ હિન્દુ યુવા સંગઠન દ્વારા શ્રી રામ રક્ષા સ્ત્રોત યજ્ઞ ભવ્ય શોભા યાત્રા, અન્નકૂટ દર્શન અને લોક ડાયરા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર કાલોલ તાલુકાની જનતાએ અને રામભક્તોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો કાલોલ ખાતે આવેલ રામજી મંદિરમાં રામલલાની આરતી કરી ભવ્ય યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સવારે કાલોલ રામજી મંદિર ખાતે જીલ્લા પોલીસ વડા એ મુલાકાત લીધી હતી અને સમગ્ર પરિસ્થિતી નો તાગ મેળવ્યો હતો રામજી મંદિર પ્રયાગરાજ ચોકમાં મોટી સંખ્યામાં મેરામણ ઉમટી હતું જેમાં બ્રાહ્મણોની શાસ્ત્રોક વિધિ ને મંત્રો દ્વારા ભવ્ય યજ્ઞ યોજાયો હતો રામજી મંદિરના પૂજારી અને રામભક્તોએ જય શ્રી રામ ના નારા સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું અયોધ્યામાં રામલલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠા ને લઈ કાલોલમાં દિવાળી જેવો માહોલ બન્યો હતો સમગ્ર નગરમાં ધજાઓથી શણગારવામાં આવ્યું હતું રોશની થી સમગ્ર નગર ઝગમગ લાગતું હતું મહાલક્ષ્મી મંદિર અને રામજી મંદિરમાં ભક્તજનોએ અયોધ્યાથી લાઈવ પ્રસારણ પર નિહાળ્યું હતું અને ધન્યતા અનુભવી હતી. રહીશો એ પોત પોતાની સોસાયટી અને ફળીયામાં રંગોળી બનાવી હતી નવાપુરા ખાતે ૩૫૦૦ દિવડા પ્રગટાવી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને યાદગાર બનાવેલ. સમગ્ર કાલોલ મા પીએસઆઈ સી બી બરન્ડા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો