ધાનેરા તાલુકામાં આવેલા વાલેર ગામમાં જયશ્રી સુંદરપુરીજી મહારાજની પ્રતિષ્ઠા કાર્યક્રમ આગામી તા.25/01/2024 ના રોજ યોજાઇ રહ્યો છે. પરતું આ ધાર્મિક વિધિની આડમાં નામદાર કોર્ટના આદેશની હળાહળ અવમાનના કરી આમંત્રણ પત્રિકા પર નકલી શંકરાચાર્યનું નામ જાહેર થતાં વિવાદ સર્જાયો છે અને સનાતન ધર્મીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે.

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

ધાનેરાના વાલેર ગામે 21 કુંડી રુદ્રયજ્ઞ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઇ રહ્યો છે. જે કાર્યક્રમમાં સ્વામી વાસુદેવાનંદજીનું આગમન થઈ રહ્યું છે. આ કાર્યક્રમની આમંત્રણ પત્રિકા ઉપર વાસુદેવાનંદજીને જ્યોતિષ પીઠાધિશ્વર શંકરાચાર્યજી તરીકે પ્રસ્થાપિત કરાતા વિવાદ શરૂ થયો છે. જ્યારે તેમના આ કૃત્યને ઉત્તરપ્રદેશ ઉચ્ચ ન્યાયાલય દ્વારા વાસુદેવાનંદ ઉપર શંકરાચાર્ય શબ્દ કે છત્ર કે સિંહાસનના ઉપયોગ ઉપર રોક લગાવતા આદેશની અવમાનના તરીકે પણ જોવાઈ રહ્યું છે. સનાતન ધર્મીઓએ આ બાબતને ગંભીરતાથી લઈ હાઇકોર્ટના આદેશની અવમાનના સંદર્ભમાં તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવાની વાત પણ ઉચ્ચારી છે.

વાલેર ગામે યોજાઇ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની પત્રિકાઓમાં સ્વામી વાસુદેવાનંદના મોટા ફોટા સાથે તેઓને ધર્મસમ્રાટ, અનંત વિભૂષિત, જ્યોતિષ પીઠાધીશ્વર, જગતગુરુ શંકરાચાર્ય સ્વામિ શ્રીમદ વાસુદેવાનંદ સરસ્વતીજી મહારાજ બદરિકાશ્રમ હિમાલય તરીકે છાપવામાં આવ્યાં છે. જ્યારે ઇલાહાબાદ (ઉત્તર પ્રદેશ) સિવિલ જ્જ સિનિયર ડિવિઝન એ સિવિલ કેસ નંબર 513/1989 ના કામે તા. 5/05/2015 ના રોજ આપેલા ચુકાદામાં સ્પષ્ટપણે આદેશ કરેલો છે કે, સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી કો સદેવ કે લિયે નિર્દેશિત કિયા જાતા હે કી વહ અપને કો જગતગુરુ શંકરાચાર્ય બદરિકાશ્રમ હિમાલય ઘોષિત ના કરે વ શંકરાચાર્ય કાર્યાલયકા પ્રતિક ચિન્હ દંડ, છત્ર, ચવર, સિંહાસન કા ઉપયોગ ના કરે.

ત્યારબાદ વાસુદેવાનંદ સરસ્વતીએ કોર્ટના આ ચુકાદા વિરુદ્ધ ઉત્તર પ્રદેશ હાઇકોર્ટમાં અપીલ દાખલ કરેલી, પરંતુ ઉત્તરપ્રદેશ હાઇકોર્ટે નીચલી અદાલતનો ચુકાદો માન્ય રાખ્યો હતો. આમ છતાં સ્વામી વાસુદેવાનંદએ ધાનેરા તાલુકાના વાલેર ગામે પ્રતિષ્ઠા કાર્યક્રમમાં શંકરાચાર્ય તરીકે હાજર રહેવાની સમંતિ આપી સંસ્થા દ્વારા આમંત્રણ પત્રિકાઓ ઉપર પોતાને શંકરાચાર્ય છપાવડાવી કોર્ટની અવમાનના કરાતાં જિલ્લાની ધર્મપ્રેમી જનતામાં ખૂબ જ રોષની લાગણી પ્રસરી છે.

પરમ ધર્મના 1008 ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કિશોરભાઇ દવેએ જણાવ્યું હતું કે, વાસુદેવાનંદની વચગાળાની અરજી અસ્વીકાર કરી સુપ્રીમ કોર્ટ પણ તેઓ શંકરાચાર્ય નથી અને યૂપી સરકારે પણ તેમને શંકરાચાર્ય ગણી જમીન ફાળવવી નહિ તેવો હુકમ કરેલો છે. તેમાં છતાં વાસુદેવાનંદ નકલી શંકરાચાર્ય બની, રાજકીય વગના કારણે તેઓ શંકરાચાર્ય હોવાનો દાવો કરે છે તે બિલકુલ ખોટો છે. એ બનાસકાંઠામાં આવી રહ્યાં છે જે બિલકુલ અયોગ્ય છે અને પ્રશાસને પણ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ.

આ કાર્યક્રમના આયોજક અને મંદિરના મહંત સુખદેવપુરીજીએ જણાવ્યું હતું કે, અમને આ બાબતે કઈ જાણ નથી, અમને તો શંકરાચાર્યજીએ જે લેટરપેડ આપ્યો હતો એ પ્રમાણે કાર્યક્રમની પત્રિકામાં લખ્યું છે અમે લોકો અને ગામના ભલા માટે કાર્યક્રમ કરીએ છીએ, બાકી એ સિવાય અમને બીજી કંઈ ખબર નથી.