૨૨ જાન્યુઆરીના રોજ રામ જન્મ ભુમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગ સોમવારે યોજાવાનો છે ત્યારે વેજલપુર પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઈ એસ.એલ.કામોળ ની અધ્યક્ષતા હેઠળ વેજલપુર સ્ટેશનમાં બન્ને સમાજના આગેવાનો તેમજ નોનવેજની હોટલો લારીઓમાં નોનવેજ વેંચતા અને મટન વેચતા વેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી જેમાં વેપારીઓ અને મુસ્લીમ સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતા પી. એસ.આઈ દ્વારા આગમી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગ ને લઈ એક દિવસ પુરતો ધંધો બંધ રાખી તંત્ર ને સહકાર આપવા અપીલ કરી હતી જે અપીલ ને હાજર રહેલા વેપારીઓ સહિત તમામ મુસ્લીમ આગેવાનો એ વધાવી લીધી હતી અને એક દિવસ પૂરતી તમામ નોનવેજ દુકાનો સંપૂર્ણ બંધ રાખવા તેમજ વહીવટી તંત્ર ની સાથે સાથ સહકાર આપવા કટિબધ્ધતા દર્શાવી હતી અને તમામ વેપારીઓ દ્વારા જણાવ્યું હતું કે અમો અમારી મટન ની દુકાનો સંપૂર્ણ બંધ રાખીશું અને રામભકતો ને સહકાર આપીશુ. શાંતી સમિતિની બેઠક વેજલપુર પોલીસ સ્ટેશનમાં યોજાઈ હતી જેમાં પી.એસ.આઈ કામોળ દ્વારા તમામ ગામો મા શાંતી જળવાઈ રહે તે માટે અપીલ કરાઈ હતી.