છેલ્લા 72 વર્ષથી ધર્મને આધારે દલિત ખ્રિસ્તી-મુસ્લિમ સાથે ચાલી આવેલા ગેરબંધારણીય ભેદભાવને નાબૂદ કરવાના ઉદ્દેશ્યથી 10મી ઓગસ્ટના રોજ આણંદ અને નડિયાદના કલેક્ટરને ખ્રિસ્તીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા હતા.
10 ઓગસ્ટ, 1950 ના રોજ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા અનુસૂચિત જાતિમાંથી ખ્રિસ્તી કે મુસ્લિમ ધર્મ સ્વીકારનારને પોતાની મૂળભૂત જાતિના હક્કથી વંચિત કરનાર એક અધ્યાદેશ પર સહી કરવામાં આવી હતી જેને કારણે છેલ્લા સાત દાયકાથી આ બન્ને ધર્મી પ્રજાને પોતાના જાતિગત બંધારણીય અધિકારોથી વંચિત રહેવું પડે છે ને આ કારણોસર 10મી ઓગસ્ટને NCDC દ્વારા પ્રોટેસ્ટ ડે તરીકે જાહેર કરવામાં આવ્યો છે. અનુસૂચિત જાતિમાંથી ધર્મ પરિવર્તન કરીને બૌદ્ધ કે શિખ બનનારના જાતિગત અધિકારો અકબંધ રહે છે પણ જો ખ્રિસ્તી કે મુસ્લિમ બને તો તેમને પોતાના જાતિગત અધિકારોથી વંચિત રહેવું પડે છે. જો કે નામદાર સુપ્રીમ કોર્ટ પણ એમ સ્વીકારી ચુકી છે કે " ધર્મ બદલવાથી વ્યક્તિની જાતિ બદલાતી નથી " ને તેથી જ તો ધર્મ આધારિત આ નોંધારા ભેદભાવને છેલ્લા દોઢ દાયકાથી NCDC (National Council of Dalit Christians) નામના સંગઠન દ્વારા CBCI (Catholic Bishops' Conference of India) ની સીધી દેખરેખ હેઠળ NCCI (National Council of Churches in India) ના સહકારથી ન્યાયિક રીતે પડકારવામાં આવી રહ્યો છે જેને અનુલક્ષીને આણંદ, નડિયાદના ખ્રિસ્તીઓએ બન્ને જિલ્લાના કલેકટર ઓને આવેદનપત્ર આપ્યા હતા.
NCDC ના ગુજરાત ચેપટર તરફથી .માઈકલ માર્ટિન, રતિલાલ જાદવ, ફાધર ટોની, ફાધર રમેશ મેકવાન, જયાબેન પરમાર તથા અન્ય ખ્રિસ્તી આગેવનોની અધ્યક્ષતામાં કલેકટરને આપવામાં આવેલ આવેદનપત્રમાં અનુસૂચિત જાતિ અંગેનો 1950નો રાષ્ટ્રપતિના હુકમનો ફકરો ત્રણ નાબૂદ કરી તેમાં રહેલ અનુસૂચિત જાતિ માટેનો ધાર્મિક આધાર દૂર કરો. અનુસૂચિત જાતિની વ્યક્તિ કોઈપણ ધર્મ પાળે તો પણ તે અનુસૂચિત જાતિની જ ગણાશે તેવી જોગવાઈ કરો.રંગનાથ મિશ્રા કમિશનની ભલામણોનો તાત્કાલિક અમલ કરો.જેવા મુદ્દાઓને લઇ ને આવેદનપત્ર આપવામાં આવ્યું.