ડીસામાં આજે વધુ એક યુવાનનુ હાર્ટ એટેકથી મોત થયું હતુ. 43 વર્ષીય અને ત્રણ સંતાનના પિતાનું આકસ્મિક મોત થતા પરિવાર સહિત સમાજમાં શોકનો માહોલ છવાયો હતો.

ડીસા સહિત જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી હૃદય રોગના હુમલાના બનાવો ચિંતાજનક હદે વધી ગયા છે. તેમાં પણ ખાસ કરીને યુવાનોમાં હૃદય રોગના હુમલાનું પ્રમાણ વધી ગયું છે.

ત્યારે ડીસાના પાટણ હાઇવે ઉપર આવેલ પૂરગ્રસ્ત કોલોનીમાં રહેતો મુકેશભાઈ મૂળચંદભાઈ લોધા નામના યુવાનને રાતે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા પરિવારજનો તાત્કાલિક સારવાર અર્થે ખાનગી દવાખાને લઈ ગયા હતા, પરંતુ તબીબે હૃદય રોગના હુમલામાં મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું.

સ્વર્ગત મુકેશભાઈ ત્રણ સંતાનોના પિતા છે. તાજેતરમાં જ તેઓની દીકરીના લગ્ન લેવાયા હતા. તેથી પરિવાર સહિત લોધા સમાજમાં શોકની લાગણી છવાઈ હતી.