હાલોલ તાલુકાના સોનાવીટી ગામે મંદિર ફળિયામાં રહેતા 65 વર્ષીય આઘેડ સોમાભાઈ મનસુખભાઈ નાયકને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે જેમાં ત્રણેય સંતાનો પરણેલ છે જેમાં સોમાભાઈનો મોટો પુત્ર રીતેશભાઈ ઉર્ફે હિતેશ ગાંધીનગર નજીક આવેલા દેશલા ગામે વાડીમાં ખેતીકામ મજૂરી કરી પોતાના પરિવાર સાથે દેશલા ગામે જ રહે છે જ્યારે નાનો પુત્ર અર્જુન સોમાભાઈ નાયક તેઓની સાથે રહે છે જેમાં અર્જુનની પત્નીનું નામ મધુબેન છે જ્યારે સંતાનમાં અર્જુનને ત્રણ બાળકો છે જેમાં અર્જુન કોઈપણ પ્રકારનો કામ ધંધો ન કરી બેકાર ફરતો હતો અને અવાર નવાર પોતાના પિતા સોમવારે ભાઈ સાથે ઝઘડો પણ કર્યા કરતો હતો જેમાં પિતા સોમાભાઈ તેઓના ઝઘડા કંકાસ અને બેકાર ફરવાની આદતને લઈને કંટાળી ગયા હતા જેમાં ગઈકાલે ગુરુવારે સાંજના સુમારે સોમાભાઈએ અર્જુનને કોઈ કામ ધંધો ન કરવા બાબતે ઠપકો આપવા જતા અર્જુને પોતાના પિતા સોમાભાઈ સાથે ઝગડો તકરાર કરી ઉશ્કેરાટ અને આવેશમાં આવી જઈ અર્જુને ભેંસોના ગળામાં બાંધવાનો ડેરો ઉઠાવી લઈ પોતાના પિતા સોમાભાઈના માથામાં એકાએક મારી દેતા સોમાભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ લોહી લુહાણ હાલતમાં જમીન પર ફસડાઈ પડ્યા હતા જેમાં બનાવને પગલે બૂમાબૂમ થતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા સોમાભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબે સોમાભાઈને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા જેમાં સોમાભાઈએ કામ ધંધો કરવા બાબતે પોતાના પુત્ર અર્જુનને ઠપકો આપવા જતા કળયુગી પુત્રએ પોતાના સગા પિતાની હત્યા કરી હોવાની જાણ સમગ્ર સોનાવીટી ગામ સહિત હાલોલ પંથકમાં થતા સમગ્ર પંથકમાં ચકચાર સાથે નપાવટ પુત્ર સામે ફિટકાર વરસતો જોવા મળ્યો હતો જ્યારે બનાવ અંગેની જાણ તાત્કાલિક હાલોલ રૂરલ પોલીસને પણ કરાતા હાલોલ રૂરલ પોલીસ મથકની ટીમ ઘટના સ્થળે તેમજ હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી જો કે ગઈકાલે સાંજ પડી ગઈ હોવાથી આજે સોમાભાઈના મૃતદેહનું રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો જ્યારે બનાવની જાણ થતા ગાંધીનગરના દેશલા ગામેથી દોડી આવેલા સોમાભાઈના મોટા પુત્ર હિતેશભાઈ ઉર્ફ હિતેશ નાયકે પોતાના નાનાભાઈ અર્જુનભાઈ સોમાભાઈ નાયક સામે હાલોલ રૂરલ પોલીસ મથકે પોતાના સગા પિતાની હત્યા કરવાનો ગુનો નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે આરોપી અર્જુન સામે હત્યાનો ગુનો નોંધી હાલોલ રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં અર્જુનને ઝડપી પાડી આગળની કાયદાકીય કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
સોનાવીટી ગામે કામ ધંધા વિનાના બેકાર પુત્રને પિતાએ ઠપકો આપતા સગા પુત્રએ આઘેડ વયના પિતાની કરી કરપીણ હત્યા.
