ધી ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.માં અગિયાર ડિરેકટરો માટે યોજાનાર ચૂંટણીમાં છેલ્લા દિવસ સુધીમાં 50 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જોકે, અત્યાર સુધી તાલુકા સંઘની ચૂંટણી સૌથી વધુ આ વખતે ઉમેદવારોનો રાફડો ફાટતા ચૂંટણી રસાકસીવાળી થશે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડીસા તાલુકાના ખેડૂતોને સમયસર અને પોષાત્મક ભાવે ખાતર બિયારણ મળી રહે તે માટે ખેડૂતો દ્વારા ઘી ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘ લી. ની સ્થાપના કરવામાં આવી હતી. જોકે આ સંસ્થામાં પહેલા માત્ર ખેડૂતો જ વહીવટ કરી રહ્યા હતા. જેથી ચૂંટણી બિનહરીફ થતી હતી પરંતુ છેલ્લા દસ વર્ષથી આ સંસ્થામાં રાજકીય નેતાઓએ પગપેસારો કરતા વિવાદ વધવા લાગ્યા હતા અને તેના કારણે અગાઉ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી.

ત્યારબાદ સરકારે વહીવટી સમિતિની રચના કરી હતી તેમા પણ વિવાદ થતાં સરકાર દ્વારા વહીવટદારની નિમણુંક કરી હતી અને તે પણ સફળ ના થતાં આખરે સરકારે ચૂંટણી જાહેર કરી હતી. જેમાં અગિયાર ડીરેકટરોને ચૂંટવા ઉમેદવારીપત્ર ભરવાના ગુરુવારે અંતિમ દિવસ સુધીમાં કુલ 50 ફોર્મ ભરાયા હતા. જોકે, પ્રથમ વખત સંઘની ચૂંટણીમા સૌથી વધુ ફોર્મ ભરાતા રાજકીય ગરમાવો આવી ગયો છે અને આ વખતની ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળશે.