માર્ગ અકસ્માતોને લઈને કેન્દ્રીય પરિવહન મંત્રી Nitin Gadkariએ એક કાર્યક્રમમાં કહ્યું કે, 'મને લાગે છે કે માર્ગ અકસ્માતો માટે એન્જિનિયરો જવાબદાર છે. પરંતુ લોકો હંમેશા ડ્રાઈવરો પર દોષનો ટોપલો ઢોળે છે. અકસ્માતો થવા પાછળના મુખ્ય કારણો ખરાબ રોડ એન્જિનિયરિંગ અને ડિઝાઈન તેમજ ખામીયુક્ત ડીટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ છે