મધ્યરાત્રી અને વહેલી સવાર દરમિયાન ગાયોના ટોળા માથી ગાયો ઉઠાવી જતા ગૌ તસ્કરો કાલોલ નગરમાં સક્રિય બનેલ છે તાજેતર મા બનેલ બે બનાવો બાદ સ્થાનીક અખબારો નાં અહેવાલો ને આધારે કાલોલ પોલીસે ૨૯/૧૨/૨૩ ના ગૌ તસ્કરો ના વિડિયો આધારે તપાસ શરૂ કરી સૂપેડા હોસ્પિટલ સામેની સોસાયટીમાં થી એક કારમાં વજનદાર ગાયને બળજબરીપૂર્વક બેસાડી જવાનો નિષ્ફળ પ્રયાસ કરતા કસાઈઓનો વિડીયો જોઈ તેમાં જોવા મળેલ કારની તપાસ કરતા કવિડ ગાડી જીજે ૦૧ એચ ઝેડ ૫૪૫૩ નંબર ની હોવાનુ જાણવા મળેલ જેના માલીક રાહુલભાઈ પ્રકાશભાઈ દરમાણી રે બામરોલી રોડ ગોધરા ની પૂછપરછ કરતા જાણવા મળેલ કે આ કાર તેઓએ અબ્દુલ ઈસ્માઈલ જરદા રે. અબુ બકર મસ્જિદ ની બાજુમાં ગોધરા નાઓ ને રૂ ૪૦,૦૦૦/ મા ગીરો આપેલ છે જે બાદ અબ્દુલ ઈસ્માઈલ જરદા ની પુછપરછ કરતા તેણે જણાવેલ કે આ ગાડી મે જાફર બિલાલ ડમરી રે. ગોન્દ્રા મોર્ડન ગેરેજ પાછળ વડોદરા હાઈવે મુકામ ગોધરા નાઓને આપેલ છે પોલીસે જફર બિલાલ ડમરીની તપાસ કરતા તે મળી આવેલ નહીં ત્યારબાદ કાલોલ પોલીસ સ્ટાફ એમજીએસ હાઇસ્કુલ પાસે વાહન ચેકિંગમાં હતા ત્યારે તેઓને બાતમી મળી હતી કે ગૌ તસ્કરીમાં વપરાયેલ ગાડી હાલોલ થી ગોધરા તરફ આવી રહી છે જે આધારે પોલીસે એમ જી એસ ગરનાળા પાસે વોચ ગોઠવી હતી બાતમી મુજબની ગાડી આવતા પોલીસે ગાડી રોકતા ગાડીમાં રહેલ ચાલકની પૂછપરછ કરતા તેને પોતાનું નામ સમીર રમજાની ભાગલીયા ઉ વ ૨૧ ધંધો ડ્રાઈવિંગ રે ગોંદ્રા સર્કલ મન્સૂરી સોસાયટી રહે. ગોધરા નો હોવાનું જણાવેલ પકડાયેલ ઇસમને પૂછપરછ કરતા તેને જણાવેલ કે ગત તારીખ ૨૯ ડિસેમ્બરના રોજ તેઓ રિયાજ અભી રે ગોધરા તથા મોહંમદ અલી મોભા રે ગોધરા તથા જફર બિલાલ ડમરી એમ ચાર જેટલા ઈસમો સાથે ગોધરાથી કાલોલ કતલ કરવાના ઈરાદે ગાયો ઉઠાવવા આવ્યા હતા અને એમ જી એસ ગરનાળા પાસેથી જાહેર રોડ ઉપર થી કતલ કરવાના ઈરાદે એક ગાય કારમાં ભરી હતી અને બીજી ગાય જોવા માટે ડેરોલ સ્ટેશન રોડ તરફ નીકળ્યા હતા જ્યાં સોસાયટી પાસે એક ગાય એકલી જોવા મળતા તેને કારમાં બેસાડવાનો પ્રયત્ન કરેલ પરંતુ ગાય વજનદાર હોવાથી તાકાત કરતી હતી અને કારમાં બેસી નહોતી જેથી તેને છોડી મૂકી ત્યાંથી જતા રહેલ અને એમજીએસ ગરનાળા પાસેથી ઉઠાવેલી એક ગાય જફર બિલાલ ડમરી કતલ કરવા માટે લઈ ગયો હતો આ ગાડી પણ ઝફર લઈને આવ્યો હતો એ મુજબની કબુલાત કરતા કાલોલ પોલીસ દ્વારા ચારેવ કસાઈઓ સામે પ્રાણીકૃરતા અધિનિયમ, પ્રાણીઓની સાચવણી અધિનિયમ તેમજ ભારતીય દંડ સંહિતા ની વિવિઘ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ અને બાકીના ઈસમોને ઝડપી પાડવાની કવાયતો હાથ ધરી છે આમ મીડિયાના માધ્યમથી ગૌ તસ્કરો  ની કાળી કરતુત બહાર આવી અને કાલોલ પોલીસ દ્વારા સીસીટીવીના આધારે સક્રિય તપાસ શરૂ કરતાં કારમાં ગાયો ઉઠાવી જતાં તસ્કરો ઝડપાઈ જવા પામ્યા છે

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं