સાબરકાંઠા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વ ઉજવણી જ્યોતિ હાઇસ્કુલ ખેડબ્રહ્મા મુકામે યોજાશે

સંતશ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા મુકામે આગામી 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાખેલ છે.

જેના ભાગ સ્વરૂપ માનનીય કલેક્ટરશ્રી અને જિલ્લાના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કરી અને જુદા જુદા વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. આન,બાન અને શાન સાથે થનાર રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે પોલીસ પરેડ, ડોગ શો, જ્યોતિ હાઈસ્કૂલ દ્વારા યોગ નિદર્શન અને સાબરકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી મીતાબેન ગઢવીના માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્માની જુદી જુદી શાળાઓ દ્વારા દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે તેવું જ્યોતિ હાઈસ્કૂલના આચાર્યશ્રી સુરેશકુમાર એસ પટેલે જણાવ્યું હતું.