જવાહર નવોદય વિદ્યાલય ના 

વિદ્યાર્થીઓ એ રેલીની શોભા

માં અભિવૃદ્ધિ કરી.

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જવાહર નવોદય વિદ્યાલય લણવા, પાટણ દ્વારા તા.11/8/2022 ગુરુવારે સવારે 8 થી 11 વાગ્યા સુધી લણવા ગામ મુકામે ‘હર ઘર તિરંગા ‘ કાર્યક્રમ હેઠળ ધોરણ 9 થી 11 ના વિદ્યાર્થી ભાઈ- બહેનોની એક રેલીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આ રેલી જવાહર નવોદય વિદ્યાલયથી વિધાલયના આચાર્ય શ્રીમતી મમતા લાંજેવાર દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવેલ અને તે ત્રિભુવન વિધાલય થઇને લણવા ગામમાં ગયેલ. જ્યાં સરપંચશ્રી તથા ગામના આગેવાનો, નાગરિકો તથા શ્રી રોહિતભાઈ પટેલ દ્વારા રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ અને દરેક ઘરે તિરંગા વિતરણ કરવામાં આવેલ તથા વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ માટેનું એક શેરી નાટક ભજવવામાં આવેલ. આ રેલીમાં અલગ- અલગ સ્વતંત્રતા સેનાનીઓની વેશભૂષા ધારણ કરીને વિદ્યાર્થીઓએ રેલીની શોભામાં અભિવૃદ્ધિ કરેલ.

આ રેલીને સફળ બનાવવા માટે વિધાલયના આચાર્ય શ્રી મમતા લાંજેવાર, કાજલ પરમાર, પી. એમ. વલીયા, શ્વેતા અનેજા, સૌમિતા સરકાર, આશા કિરણ ડlવરે, સીમા જાગલન, અમરજીત, અહેમદ રઝા, મનદીપ સિંહ, ચેતન દરજી તથા જયશ્રી બેન, વિષ્ણુભાઈ, નાંદ્રે ભાઇ, ખરાડી ભાઈ, મુકેશભાઈ, ઉર્વશિબેન તથા અન્ય સભ્યોએ સક્રિય સહયોગ આપેલ અને રેલી સાથે ઉપસ્થિત રહીને રેલીને સફળ બનાવી...