ડીસા શહેરમાં ઉતરાયણ પર્વ નિમિત્તે અનેક પક્ષીઓ ઘાયલ થતા હોય છે તો. કેટલાક પક્ષીઓ મૃત્યુ પણ પામતા હોય છે ત્યારે આ પક્ષીઓને બચાવવા માટે રાજેન્દ્ર જૈન તરુણ પરિષદ તેમજ રોટરેક્ટ ક્લબ અને રોટરી ક્લબ ડીસા દ્વારા પક્ષી બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ દિવસના કેમ્પમાં જુદા જુદા વિસ્તારોમાંથી દોરી થી 50 જેટલા પક્ષીઓ ઘાયલ થતાં તેમને સારવાર આપી બચાવી લેવાયા છે જ્યારે ત્રણ પક્ષીઓના મોત થયા છે

ડીસા શહેરમાં કાર્યરત રાજેન્દ્ર જૈન તરુણ પરિષદ દ્વારા પક્ષી બચાવો અભિયાન શરૂ કરાવ્યું હતું તેમજ રોટરેક્ટ ક્લબ અને રોટરી ક્લબ દ્વારા વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે ત્યારે ઉતરાયણ પર્વમાં દોરીથી ઘાયલ થતા પક્ષીઓને સમયસર સારવાર મળી રહે અને તેમનો જીવ બચાવી શકાય તે માટે રોટરેક્ટ ક્લબ અને રોટરી ક્લબ દ્વારા પક્ષી બચાવો અભિયાન. શરૂ કરવામાં આવ્યું હતું ત્રણ દિવસના કેમ્પમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ઘાયલ થયેલા પક્ષીઓ જેવા કે કબૂતર ચકલી બાજ સહિતના 50 જેટલા પક્ષીઓને બચાવી તેમને સારવાર આપવામાં આવી છે જ્યારે ત્રણ પક્ષીઓના કરુણ મોત થયા છે

પક્ષી બચાઓ મહાઅભિયાન

જેમાં પ્રમુખહિમાંશુ ક્રિપ્લાની વિનીત અગ્રવાલ પાવન પંચાલ 

 ભૈરવ દેવડ વિક્રમભાઈ ઠક્કર

આશિષ ભાઈ સોની

રોટરી ક્લબના પ્રમુખ ડો.ડિકેશ ગોહિલ ડો.મોનાબેન ગાંધી સહિત સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી