માંગરોળ તાલુકાના ચાખવા ગામનુ ગૌરવ કુ.ડો.સોહલ સોદરવા

માંગરોળ તાલુકાના ચાખવા ગામે પ્રાથમિક શાળા ખાતે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાણુ હતું જેમા આજરોજ ડો.સોહલબેન સોદરવા નું સન્માન કરવામાં આવ્યું હતું ડો.સોહલબેને સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે મટીરીયલ સાયન્સ માં(phd) ડો.ની પદવી મેળવી છે ત્યારે ડો.સોહલબેન જેન્તીભાઇ સોદરવા નું હાલમાંજ સ્વીડન ખાતે સાંઇટિસ્ટ તરીકે ભારત સરકાર દ્વારા નિમણૂંક કરવામાં આવી છે ત્યારે તેમનું સન્માન કરવામાં આવ્યું હતુ ત્યારે આ તકે ગામના સરપંચશ્રી ના પ્રતિનિધિ લખમણભાઇ રામ તથા માંગરોળ તાલુકા કોંગ્રેસ લઘુમતી સેલ ના પ્રમુખ ઇકબાલખાન (પટેલ) તેમજ માજી સરપંચ શ્રી સહીત ના નામી અનામી આગેવાનો તેમજ દરેક સમાજના આગેવાનો સાથે સાથે પ્રાઇમરી સ્કૂલ તથા ઉચ્ચતર માધ્યમિક શાળા ના શિક્ષકો અને વિદ્યાર્થીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું આયોજન ચાખવા પ્રાથમિક શાળા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ નું સફળ સંચાલન શાળા ના આચાર્ય કુ.ક્રિષ્નાબહેન કાનાબાર દ્વારા કરવામાં આવ્યું હતું