પીએમ જન મન કાર્યક્રમ તા. 15 જાન્યુઆરીએ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી અને ઉદ્યોગ શ્રમ અને રોજગાર, નાગરિક ઉડડયન મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુતની અધ્યક્ષતામાં આંતરસુબા ખાતે યોજાશે

આંતરસુબા પ્રાથમિક શાળા ખાતે કલેકટરશ્રીની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજાયું

સમગ્ર રાજ્યમાં અને દેશમાં વસવાટ કરતા 75 આદિમ જૂથ ના વિકાસ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા પીએમ જન મન અભિયાન આરંભાયું છે.

    આ અભિયાન અંતર્ગત તા. 15 જાન્યુઆરી 2024 ના રોજ વડાપ્રધાન શ્રી સમગ્ર દેશના આદિમ જૂથો સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધશે. 

     સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના 10 ગામોમાં આદિમ જૂથ કાથોડી સમાજના 260 પરિવારો વસવાટ કરે છે. વિજયનગર આંતરસુબા ખાતે પીએમ જનમન કાર્યક્રમ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી અને ઉદ્યોગ, શ્રમ અને રોજગાર, નાગરિક ઉડડયન મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં આંતરસુબા પ્રાથમિક શાળા ખાતે સવારે 10:00 કલાકે યોજાશે. 

     આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે રિહર્સલ કલેકટર શ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં યોજાયું હતું. જેમાં કલેક્ટરશ્રી દ્વારા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

     આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા, ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર, પ્રાયોજના વહીવટદાર શ્રી વિશાલ સકસેના, ખેડબ્રહ્મા પ્રાંત સુશ્રી વંદનાબેન પરમાર તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.