ડીસા તાલુકાની સૌથી મોટી સહકારી સંસ્થા ધી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિ. ની વ્યવસ્થાપક મંડળની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાના બીજા દિવસ સુધી માત્ર એક જ ફોર્મ ભરીને પરત આવ્યું છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ધી ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. ના વ્યવસ્થાપક મંડળના 11 સભ્યોની ચૂંટણી યોજવાનું જાહેરનામું બહાર પડાયું છે અને 11 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી સુધી ફોર્મ ભરવાની મુદ્દત અપાઈ છે. જેમાં ચૂંટણી માટે પ્રથમ દિવસે એક ફોર્મ ભરાઈને આવ્યું હતું. જ્યારે બીજા દિવસે એક પણ ફોર્મ ભરાયું નથી. આમ બે દિવસમાં માત્ર એક જ ફોર્મ ભરાયું છે.
બનાસકાંઠા જિલ્લામાં અગ્રગન્ય ગણાતી આ સહકારી સંસ્થા છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં સપડાયેલી રહી છે. અગાઉ આ સંઘમાં ઉચાપત થતા રાજ્યના સહકાર વિભાગ દ્વારા મંડળીના વ્યવસ્થાપક મંડળને બરખાસ્ત કરી વહીવટદાર સમિતિની નિમણૂક કરાઈ હતી. જોકે વહીવટદાર સમિતિના કાર્યકાળ દરમિયાન પણ જમીન વેચાણ મુદ્દે ઉગ્ર ઉહાપોહ થતા સરકાર દ્વારા જિલ્લા રજીસ્ટાર સહકારી મંડળીઓને વહીવટદાર તરીકે નિમવામાં આવ્યા હતા.
જે દરમિયાન સંઘની નવી મતદાર યાદીઓ બનાવીને પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને હવે ફરીથી વ્યવસ્થાપક મંડળની રચના કરવા ચૂંટણી યોજવા ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર ડીસા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં બે દિવસમાં માત્ર એક જ ફોર્મ ભરાયું છે. તાલુકા સંઘની ચૂંટણી તારીખ 3 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. તેમજ 5 ફેબ્રુઆરીના રોજ મત ગણતરી મામલતદાર કચેરી ડીસા ખાતે થશે.