ડીસા તાલુકાની સૌથી મોટી
સહકારી સંસ્થા ધી.તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિ. ની વ્યવસ્થાપક મંડળની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાના બીજા દિવસ સુધી માત્ર એક જ ફોર્મ ભરીને પરત આવ્યું છે. ધી ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી ના વ્યવસ્થાપક મંડળના 11 સભ્યોની ચૂંટણી યોજવાનું જાહેરનામું બહાર પડાયું છે અને 11 જાન્યુઆરી થી 18 જાન્યુઆરી સુધી ફોર્મ ભરવાની મુદત અપાઈ છે. જેમાં ચૂંટણી માટે પ્રથમ દિવસે એક ફોર્મ ભરાઈને આવ્યું હતું. જ્યારે બીજા દિવસે એક પણ ફોર્મ ભરાયું નથી.આમ બે દિવસમાં માત્ર એક જ ફોર્મ ભરાયું છે.
તાલુકા સંઘ ની ચૂંટણી તારીખ 3 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે.