આજ રોજ બી.આર.સી. ભવનના કાલોલ ખાતે દિવ્યાંગ બાળકો માટેના પતંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કાલોલ તાલુકાના તમામ કલસ્ટર માંથી દિવ્યાંગ બાળકો અને વાલીઓ હાજર રહયા. કાર્યક્રમમાં બી.આર.સી. કો. ઓ. શ્રી તથા કલસ્ટરના સી.આર.સી. કો.ઓ., આઈ.ઈ.ડી. વિભાગનો તમામ સ્ટાફ હાજર રહ્યા હતા કાર્યક્રમ ની શરૂઆતમાં પ્રાર્થના કરવામાં આવી ત્યાર બાદ બીઆરસી કૉ.ઑ. દિનેશભાઈ એ પતંગોત્સવ કાર્યક્રમના સંદર્ભમાં હાજર દિવ્યાંગ બાળકો અને વાલીઓને પ્રેરણાદાયી ઉદબોધન કર્યુ.તેમણે તેમના ઉદબોધનમાં દિવ્યાંગ બાળકો જેમના ઘરે છે તેવા તમામ વાલીઓને ઈશ્વરે સેવા કરવાની તક આપી છે અને આપ સદભાગી છો જેથી આપ સૌ તેમની વિશેષ કાળજી રાખશો તેમ જણાવ્યું. આપના બાળકના શિક્ષણ માટે આપણે સૌ સાથે મળીને સહિયારા પ્રયત્નો કરીશું તેમ જણાવ્યું. દિવ્યાંગ બાળકો ને વિશેષ કાળજી લેવાની માહિતી આપી. શિક્ષણમાં વાલીની ભૂમિકા વિશે જરૂરી માર્ગદર્શન આપ્યું. દરેક પ્રસગોમાં દિવ્યાંગ બાળકોની વિષેશ કાળજી લેવા જણાવ્યું.
આજના આ કાર્યક્રમમાં ૩૫ જેટલા દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓ હાજર રહયાં હતાં. કાર્યક્રમમાં હાજર તમામ દિવ્યાંગ બાળકોને પતંગો - દોરી , તથા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું. બાળકો ની આંખોમાં આજના પતંગોત્સવ ની ઉજવણીનો અનેરો ઉત્સાહ જોઈ તમામ વાલીઓ થતા ઉપસ્થિત સૌ ખુશ થઈ ગયા હતા..આમ સમગ્ર કાર્યક્રમ ર:૦૦ કલાકે આભાર વિધિ કરી દિવ્યાંગ બાળકો અને વાલીઓને રજા આપી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.