શહેરા નગરમાં રખડતા શ્વાનને લઈને નગરજનોમાં ભય ફેલાયો,રખડતા શ્વાનનો ત્રાસ દૂર કરવા નગરજનોની પાલિકા પાસે માંગ
હાલમાં શિયાળો મધ્યાહને પહોંચ્યો છે,રાત્રીના સમયે લોકો વહેલા પોતાના ઘરોમાં પહોંચી જાય છે,જેને લઈને સમગ્ર નગરમાં રાત્રીના સમયે સન્નાટો છવાઈ જાય છે,ત્યારે આવી સ્થિતિમાં રખડતા શ્વાન સક્રિય થઈ જાય છે,વીતેલા એકાદ માસથી શહેરા નગરમાં આશરે ૭૦ થી વધુ રખડતા શ્વાન સક્રિય થયા છે,જેઓ રાત્રીના સમયે વાહનચાલકો પાછળ બેફામ રીતે દોડે છે, શહેરા નગરપાલિકા વિસ્તારમાં રખડતા શ્વાન આદમખોર બની રહ્યા છે,અને જંગલી જાનવરોની જેમ નગરજનો પાછળ કરડવાના ઈરાદે દોડતા હોય છે,રાત્રીના સમયે શ્વાનોના ઝુંડ જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાય છે,સાથે રખડતા શ્વાનો દોડવાને લઈને અકસ્માત થવાનો ભય પણ નગરજનોને સતત સતાવી રહ્યો છે,ત્યારે શહેરા નગરપાલિકા દ્વારા રખડતા શ્વાનનો ત્રાસ સત્વરે દૂર કરાય તે અનિવાર્ય બન્યું છે.