કાલોલ તાલુકાની જેતપુર પ્રાથમિક શાળામાં બાળકોની વિવિધ રમતોની સ્પર્ધા યોજવામાં આવી હતી.બાળકોમાં રમતો સાથે ખેલદીલીની ભાવના વિકસે તથા મિત્રતા અને ભાઈચારાની ભાવના વિકસાવવા માટે અને બાળકો રમત ગમત ક્ષેત્રે આગળ વધે તે માટે રમતોત્સવ ની ઊજવણી કરવામાં આવી હતી.જેમાં વિધાર્થીઓએ લીંબુ ચમચી,સંગીત ખુરશી,કોથળાદોડ,દોરડા કુદ, રસ્સા ખેંચ,લાંબી દોડ,ટૂંકી દોડ,લાંબો કૂદકો,ઉંચો કૂદકો,એક મિનિટ સ્પર્ધાઓ,સિક્કા શોધ,ફુગ્ગા ફુલાવવા, સોય માં દોરો પરોવવો,ક્રિકેટ,લંગડી,ખો-ખો જેવી અનેક રમતોમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.ભાગ લેનાર તમામ બાળકોને રમતના કૌશલ્યો વિશે, રમતના મહત્વ વિશે સમજ આપી. તમામ બાળકોને પ્રોત્સાહક ઇનામો આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન,અમલીકરણ અને સંચાલન જગદીશભાઈ મકવાણા, પરેશ ભાઈ વરીઆ,કિંજલબેન વરીઆએ કર્યું હતું.