દસેક દિવસ પહેલા કાલોલ ની સુપેડા હોસ્પિટલ સામેની સોસાયટીમાં થી ગાય ને ઉઠાવી જવાના નિષ્ફળ પ્રયાસ બાદ સોમવાર ની મોડી રાત્રે બે વાગ્યાના સુમારે ત્રણ જેટલા ઈસમો કાલોલ ની મહેશનગર સોસાયટી ની ગલીમાં પોતાની કાર લઈ આવે છે અને કારમાંથી બિન્દાસ્ત બહાર આવી નજીક મા ઊભેલી એક ગાય ને ઉઠાવી જવાનો પ્રયાસ કરે છે અને એક ગાય કાર મા મુકી રફુચક્કર થઈ જાય છે નજીકમાં રહેતા એક નાગરિક ને જાણ થઈ જતા તે આસપાસ ના રહીશો ને ફોન કરે છે તે દરમ્યાન ગૌ તસ્કર ચૂપ થઈ જવાનો ઈશારો કરી પોતાના હાથ મા રહેલી લાકડી બતાવી ધમકી પણ આપે છે. દરમ્યાન નજીકના રહીશે બૂમ પાડતા બીજી ગાય લીધા વગર તેઓ નાસી જાય છે ચોરીની ઘટના નજીકમાં આવેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગયેલ છે નગરના પ્રવેશ દ્વાર પાસે આવેલ સોસાયટીમાં થી રાત્રી ના બે થી સવા બે દરમ્યાન ની આ ઘટના બાદ કાલોલ પોલીસ સ્ટેશન નાં પેટ્રોલીંગ ઉપર સવાલિયા નિશાન ઉભા થયા છે ગૌ તસ્કરો દીવસ દરમ્યાન ગાયો ની રેકી કરતા હોય છે અને ગાયોનુ સ્થાન જોઈ ને રાત્રે ગૌ તસ્કરી કરતા હોય છે પ્રસ્તુત કિસ્સામાં કાર મહારાષ્ટ્ર પાસિંગ ની હોવાનુ જાણવા મળેલ છે કાલોલ પોલીસ રાત્રે બારેક વાગ્યાની આસપાસ આ સોસાયટીમાં થી પોતાની પેટ્રોલીંગ ટીમ લઈને પસાર થાય છે અને ત્યારબાદ ગૌ તસ્કરો ત્રાટક્યા હતા જેથી કાલોલ પોલીસની કામગીરી થી પણ વાકેફ હોવાનુ મનાય રહ્યુ છે. હિંદુ ધર્મમાં ગાયને માતા નુ સ્થાન આપવામા આવ્યુ છે ગૌ હત્યા ઉપર સરકારે પ્રતિબંધ મુકયો છે ત્યારે હિંદુ ધર્મ ની લાગણી સાથે ચેડા કરતા ગૌ તસ્કરો વિરૂદ્ધ નક્કર કાર્યવાહી ની જરૂર છે.